અમૃતા પ્રિતમ – સરહદી કવયિત્રી │Amrita Pritam – Punjabi Poet

આજે આપણે વાત કરવાની છે એક એવી મહાન કવિયિત્રીની, જેઓ ભારત-પાકિસ્તાનના ભાગલાના સાક્ષી બનેલા છે. અને એનાથી જ પ્રેરણા લઈને આ ભાગલા દરમિયાન કેવી પરિસ્થિતિ થઈ હતી તે એક કવિતાના સ્વરૂપમાં રજૂ કરી છે. સૌપ્રથમ પંજાબી મહિલા કવિયિત્રી જેમનો જન્મ તો પાકિસ્તાનમાં થયો હોય છે, પરંતુ મૃત્યુ ભારતમાં થાય છે, કેમ કે ભાગલા બાદ તેઓ ભારત આવી ગયા હતા. ભાગલા પછી પણ એમની લોકપ્રિયતા બન્ને દેશોમાં પહેલા જેવી હતી, તેવી જ રહે છે. અમૃતા પ્રિતમે કવિતા ઉપરાંત નવલકથાઓ, વાર્તાઓ પણ લખેલી છે. તેમણે લખેલી એક નવલકથા પરથી એક ફિલ્મ પણ બનાવવામાં આવી છે. તો વધુ સમય બરબાદ ન કરતા જાણીએ એમના જન્મ, એમની કવિતા જે આ ઐતિહાસિક ઘટનાનું માધ્યમ બની અને બીજુ ઘણુ બધુ.

અમૃતા પ્રિતમ – સરહદી કવિયિત્રી │Amrita Pritam Punjab Poet

પરિચય :- તેઓ ભારતીય લેખિકા અને કવિયિત્રી હતા. જેમને ૨૦મી સદીની પ્રથમ પંજાબી મહિલા કવિયિત્રી તેમજ પંજાબી ભાષાની નવલકાર અને નિબંધકાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પાકિસ્તાનની કવિયિત્રીઓમાં પણ તેમની ગણના થાય છે. તેથી સરહદની બંને બાજુ તેમને સરખો જ પ્રેમ મળેલો હતો. તેમણે છ દાયકાથી વધુ સમયની કારકિર્દીના ગાળામાં કવિતા, કાલ્પનિક વાર્તાઓ, જીવનચરિત્રો, નિબંધો, પંજાબી લોકગીતોના સંગ્રહો અને આત્મકથાઓના 100 થી વધુ  તૈયાર કર્યા હતા. તેમાંના કેટલાંક સંગ્રહોના બીજી ભાષા (વિદેશી) માં અનુવાદ પણ કરવામાં આવેલ છે.  

જન્મ :- અમૃતા પ્રિતમનો જન્મ પંજાબના ગુજરાનવાલામાં થયો હતો, જે હાલ પાકિસ્તાનમાં છે. તેઓ શાળાના શિક્ષક, કવિ તેમજ વ્રજ ભાષાના વિદ્વાન કરતારસિંહ હિતકારી જેઓ સાહિત્ય સામાયિકનું પણ સંપાદન કરતાં, તેમના એકમાત્ર સંતાન હતા. આ ઉપરાંત તેઓ શીખ ધર્મની આસ્થાના પ્રચારક હતા. અમૃતા ૧૧ વર્ષના હતા, ત્યારે તેમના માતાનું અવસાન થઈ ગયું હતું. ટૂંક સમયમાં જ તેઓ પિતા સાથે લાહોર ચાલ્યા ગયા હતા. ૧૯૪૭ સુધી તેઓ ત્યાંજ રહે છે જ્યાં સુધી ભારત પાકિસ્તાનના ભાગલા ન પડ્યા ત્યાં સુધી. પુખ્તવયની જવાબદારીઓ સામે માતાનું અવસાન થયું હોવા છતાં પણ તેઓએ નાનપણથી જ લેખનકાર્ય શરૂ કરી દિધુ હતું. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘અમૃત લહેરે’ (અમર મોજાઓ) વર્ષ ૧૯૩૬માં પ્રકાશિત થયો હતો, ત્યારે તેઓ ૧૬ વર્ષના હતા. તે જ વર્ષે તેમના પ્રિતમસિંહ સાથે લગ્ન થયાં હતા, જે એક સંપાદક હતા, તેમનું સગપણ બાળપણમાં જ નક્કી થઈ ગયુ હતુ. લગ્ન પછી અમૃતાએ પોતાનું નામ અમૃતા કૌર ને બદલીને અમૃતા પ્રિતમ કર્યું હતું. ૧૯૩૬ થી ૧૯૪૩નાં સમય દરમિયાન તેમણે અડધો ડઝન જેટલી કવિતાઓના સંગ્રહો લખી નાખ્યા હતા. તેમણે વીરશૃંગારરસના કવિયિત્રીની તરીકેની સફર શરૂ કરવા છતાંય ટૂંક સમયમાં જ તેમણે ચક્રો બદલ્યા અને પ્રગતિશીલ લેખકોની ચળવળનો હિસ્સો બન્યા. તેની અસર તેમના સંગ્રહ, લોકાપીડ – ૧૯૪૪ (લોક વેદના) માં જોવા મળી હતી. જેમાં તેમણે ૧૯૪૩માં બંગાળનાં દુકાળ બાદનાં યુદ્ધગ્રસ્ત અર્થતંત્રની ખુલેઆમ આલોચના કરી હતી. ભારતના ભાગલા પહેલા તેમણે લાહોર રેડિયો સ્ટેશન પણ કામ કર્યું હતું.                   

ભાગલા :-  બંને દેશોના ભાગલા પડ્યા પહેલાંની કોમી હિંસામાં અંદાજે એક મિલિયન મુસ્લિમો, હિંદુઓ અને શીખોનાં મૃત્યુ થયાં હતા. ભાગલા બાદ અમૃતા પ્રિતમ જ્યારે લાહોર છોડીને દિલ્હી ગયા, ત્યારે તેઓ 28 વર્ષના હતા. દિલ્હી પછી તેઓ પંજાબ હંમેશ માટે સ્થાયી થયાં હતા. ત્યારપછી ૧૯૪૮ માં તેઓ સગર્ભા થયાં હતા. આ દરમિયાન દહેરાદૂનથી દિલ્હીની યાત્રા કરી હતી, ત્યારે તેઓએ કાગળના એક ટૂકડા પર “આજ અખાં વારિસ શાહ” (હું આજે વારિસ શાહને) નામક કવિતા સ્વરૂપે પોતાની પીડા અભિવ્યક્ત કરી હતી. બાદમાં આ કવિતાએ તેમને અમર બનાવી દીધા હતા અને ભાગલાની મર્મભેદક સ્મૃતિકાર બની ગયા હતા. સૂફી કવિ વારિસ શાહ કે જેમણે હીર અને રાંજાના કરૂણ ગાથા લખી હતી અને તેમના જન્મસ્થળે અમૃતાપ્રિતમનો જન્મ થયો હતો તેમણે ઉદ્દેશીને લખેલ રાષ્ટ્રીય વીરરસનું કાવ્ય છે :

“આજ અખાં વારિસ શાહનું, કિત્તો કબરા વિચ્ચો બોલ ;

 તે આજ કિતાબ-એ-ઈશ્ક દા, કોઇઇ અગલા વરકા ફોલ.

ઈક રોઝ સી ધી પંજાબ દી, તું લીખ લીખ મારે વાં ;

આજ લખ્ખા ધીઆં રોન્દિઆ, તેનું વારિસ શાહનું કહે.

ઉઠ દર્દમાન્દન દિઆ દર્દીઆ, ઉઠ તક અપના પંજાબ ;

આજ બેલે લાષા બિછિઆં, તે લહૂ દી બહરી ચિનાબ.”

અર્થ :-       

આજે હું વારિસ શાહને કહું છું “તારી કબરમાંથી કંઈક બોલ.”

અને આજે પ્રેમની કિતાબમાં, નવું લાગણીનું પાનું તો ખોલ.

               એકવાર, પંજાબની દીકરીની આંખમાંથી આંસુ સર્યું, ને તે કરૂણ ગાથા લખી,

આજે, લાખો દીકરીઓ રુદન કરી કહે તેને.

જાગો ! ઓ વ્યથાનું વર્ણન કરનારા જાગો ! ને જો તારા પંજાબને,

આજે મેદાનો લાશોથી ઉભરાય છે, ને ચિનાબ (નદી) લોહીથી વહી રહી છે.

વિશેષ :- તેમને ખાસ તો પોતાની ઘણી માર્મિક કવિતા “આજ અખાં વારિસ શાહનું” માટે યાદ કરવામાં આવે છે. ૧૮ મી સદીના કવિ વારિસની યાદમાં લખાયેલા શોકગીત “વારિસ શાહને ઊર્મિકાવ્ય” માં ભારતના ભાગલા વખતે થયેલા કત્લેઆમ અંગે તેણીએ પોતાનો સંતાપ કવિતાના રૂપે વ્યક્ત કર્યો હતો.

નવલકથાકાર તરીકે તેમની ખ્યાતનામ કૃતિ “પિંજર” (કંકાલ) છે. જેમાં તેમણે પોતાનું પાત્ર પુરૂ રચ્યું હતું. જે મહિલાઓ સામેની હિંસાનો સંક્ષેપ, માનવતાનું હનન અને અસ્તિત્વના ભાગ્ય સામે ઘૂંટણીયા ટેકાવી દેવાની વાત છે. વર્ષ ૨૦૦૩ માં નવલકથા પર આધારિત ‘પિંજર’ નામક પુરસ્કાર વિજેતા બની હતી.

૧૯૪૭ માં જ્યારે ભાગલા પડ્યા ત્યારે અમૃતા પ્રિતમે લાહોરથી ભારત હિજરત હતી, એટલે કે તો વસવાટ માટે ભારત આવ્યા હતા. સૌપ્રથમ તો દિલ્હી આવ્યા હતા અને ત્યારબાદ તેઓ હંમેશ માટે પંજાબ સ્થાયી થયા હતા.               

વાક્યો :- અમૃતા પ્રિતમના કેટલાક પ્રેરણાદાયી વાક્યો નીચે મુજબ છે :

1. There are many stories which are not on paper, they are written in the minds & bodies of women.

2. Between the truth & falsehood, there is an Empty Space.

3. When a men denies the power of women, he is denying his own subconscious.

4. Peace is not just the absence of violence, peace is when the flowers bloom.

5. Where the dance of Meera & the silence of Buddha meet, blossoms the true philosophy of Rajneesh.

6. The burning embers within me burst into flame, my body becomes a fire lit torch.  

પુરસ્કારો :- પંજાબી સાહિત્યમાં મહિલાઓના સૌથી મહત્વપૂર્ણ અવાજ તરીકે ઓળખાતા અમૃતા પ્રીતમને અનેકોનેક પુરસ્કાર મળી ચૂકેલા છે.

વર્ષ ૧૯૫૬ માં, તેમની પ્રસિદ્ધ રચના ‘સુનેહે’ કે જે લાંબી કવિતા છે તેમના માટે તેઓને સાહિત્ય પુરસ્કાર અકાદમીથી નવાજવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મેળવનારા તેઓ સૌપ્રથમ મહિલા હતા.

વર્ષ ૧૯૮૨ માં ‘કાગઝ તે કેનવાસ’ (કાગળ અને કેનવાસ) માટે તેમણે ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો, જે ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્ય પુરસ્કાર છે.

– વર્ષ ૧૯૬૯ માં તેઓને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો હતો, અને બાદમાં વર્ષ ૨૦૦૪ માં પદ્મવિભૂષણ પુરસ્કાર પણ મળ્યો હતો.

– વર્ષ ૨૦૦૪ માં જ તેઓને ભારતીય સાહિત્ય અકાદમી દ્વારા અપાતું સાહિત્યનું સર્વોચ્ચ સન્માન “સાહિત્ય અકાદમી ફેલોશીપ” થી નવાજવામાં આવ્યા હતા. જે સાહિત્યના ચિરંજીવોને આજીવન સિદ્ધિ માટે આપવામાં આવે છે.

તો આ વાત હતી, પંજાબના સાહિત્યમાં મહિલાઓનો મહત્વપૂર્ણ અવાજ ગણાતી શ્રેષ્ઠ અને બહાદૂર મહિલાની. જેમણે જીવનના કેટ કેટલાય ઉતાર ચઢાવોનો સામનો કરીને તેઓ આગળ વધ્યા હતા. તેઓએ સરહદની બન્ને બાજુ ખૂબ જ નામના મેળવેલ હતી. અને બન્ને દેશોના ભાગલાની કરૂણ અને આક્રંદ કહાનીને કવિતાના સ્વરૂપમાં રજૂ કરીને તેઓ હંમેશ માટે યાદગાર બની ગયા છે.   

Amrita Pritam Poem │ Amrita Pritam Autobiography │Amrita Poem  in Hindi │ Amrita Poem quotes in Hindi │ Punjabi Poet Amrita Pritam  │ Amrita Pritam Punjabi Poem in Gujarati │ Amrita Pritam pinjar │ Amrita Pritam Biography | Amrita Pritam de kavita waris shah | Amrita Pritam famous poem | Amrita Pritam vishe |Amrita Pritam ke bare mein | about Amrita Pritam | Amrita Pritam | Amrita Pritam information | Amrita Pritam introduction | Amrita Pritam imroz | Amrita Pritam jivan parichay | Amrita Pritam jivani | Amrita Pritam kaun thi | Amrita Pritam ki rachna | Amrita Pritam ki kahani | Amrita Pritam ki kavitayein | Amrita Pritam pinjar | Amrita Pritam awards | Amrita Pritam quotes | Amrita Pritam was born in | Amrita Pritam best lines | Amrita Pritam waris shah |Amrita Pritam quotes

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s