The Heritage Hampi | Hampi Best Places

ફોટો જોઈને તમારા બધાની આંખો એકદમ ચમકી ગઈ હશે. આ જગ્યા જ એવી છે કે લોકો આકર્ષાય જાય છે અને વિચારમાં પડી જાય છે કે એવું તો શું છે આ જગ્યામાં કે દુર દુરથી પર્યટકો આને જોવા આવે છે. તો. આજે આપણે વાત કરવાની એક એવા નગરની જે મધ્યકાલીન યુગમાં વિશ્વની બીજા નંબરની સૌથી વિશાળ રાજધાની હતી. જે વિદેશ વ્યાપાર માટેનું પ્રમુખ કેન્દ્ર બન્યુ હતુ. આ નગરના મંદિરો, સ્થાપત્યો, કિલ્લાઓ, મહેલો, સ્નાનાગારો, હવેલીઓ વિશ્વ વિખ્યાત છે અને પ્રવાસીઓને આકર્ષે છે. આ નગર યુનેસ્કો દ્વારા જાહેર કરાયેલ વૈશ્વિક વારસાનું સ્થળ છે. તમે આની વિશે સાંભળ્યુ તો હશે જ પરંતુ આજે આપણે આના વિશે વિસ્તારથી જાણીશુ. આ નગરની શરૂઆત, ઈતિહાસ, મહત્વની સાઈટ્સ વગેરે.

The Heritage Hampi | Hampi Best Places

Hampi Sites

પરિચય:-

હમ્પી એ મધ્યકાલીન યુગના મહાન અને વિશાળ હિન્દુ રાજ્ય વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું નગર હતુ. હમ્પી એ 1500 A.D ના સમયની દુનિયાની બીજા નંબરની સૌથી વિશાળ રાજધાની (પ્રથમ નંબરે ચીનનું બીજીંગ) હતુ. હમ્પી મધ્ય પૂર્વ કર્ણાટક રાજ્યના તુંગભદ્રા નદીને કિનારે આવેલુ છે. આ નગર 4100 હેક્ટર (16 ચો.માઈલ) માં ફેલાયેલું છે. અહીં હમ્પીના દક્ષિણ ભારત કિંગ્ડમના ભાગરૂપે કિલ્લાઓ, નદીઓ, શાહી અને પવિત્ર સંકુલો, મંદિરો, થાંભલાઓ, મંડપ, સ્મારક માળખા, જળ માળખા, મંદિરો વગેરે સામેલ છે. હમ્પીનો ઉલ્લેખ રામાયણ અને હિન્દુધર્મોના ગ્રંથોમાં પણ છે જેની વિશે આપણે આગળના પોઈન્ટમાં ચર્ચા કરીશું. હમ્પીના આ ક્ષેત્રને કિશ્કિંધા ક્ષેત્ર, પંપા સ્થળ અને સ્મારકોના જૂથ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુઘલોના આક્રમણ બાદ આ નગર અત્યારે ખંડેર હાલતમાં જોવા મળે છે. આ પ્રદેશ આ ખંડેર જેટલોજ વિશાળ અને રહસ્યમયી છે. ખંડેર હાલતમાં હોવા છતાં પણ હમ્પીએ એની ઐતિકાસિક મહાનતા અને આકર્ષણ અને ગરિમા હજુ સુધી જાળવી રાખી છે. હમ્પીના સ્મારકોને જોવા દુર દુરના દેશોથી પર્યટકો આવે છે અને ફોટોગ્રાફ્સ પણ લે છે.

ઈતિહાસ:-  

હમ્પીનો ઉલ્લેખ અને રામાયણ અને પુરાણોમાં પણ છે. સ્થળ પુરાણ અનુસાર, પાર્વતી (પમ્પા) હેમપિતા હિલ પર તપસ્વી વેશ ધારણ કરેલ ભગવાન શિવનો પીછો કરે છે. શિવજીને સંન્યાસી જીવનમાંથી ફરી પાછા સંસારીક જીવનમાં પાછા લાવવા માટે પીછો કરે છે. શિવને પમ્પપતિ (પાર્વતી પતિ) પણ કહેવામાં આવે છે. હેમાકુતા ટેકરી નજીકની નદી ‘પમ્પા’ તરીકે ઓળખાઈ. તમે જાણો જ છો કે આ પમ્પા નદી પાસે શબરી રહેતા હતા. સમયાંતરે સંસ્કૃત શબ્દ ‘પમ્પા’ કન્નડ શબ્દ ‘હમ્પા’ માં પરિવર્તીત થયો. અહીં પાર્વતીજીએ શિવજીનો પીછો કર્યો હતો, એટલે આ સ્થળ ‘હમ્પી’ તરીકે ઓળખાયુ.

 • 3 જી સદી દરમિયાન હમ્પીના આ ક્ષેત્ર પર મૌર્યવંશનું રાજ હતુ.
 • 6 ટ્ઠી અને 8 મી સદી દરમિયાન બદામી ચાલુક્યવંશના શિલાલેખોમાં આ શહેરનો ઉલ્લેખ ‘પમપુરા’ તરીકે કરવામાં આવ્યો છે.
 • 10 મી સદીમાં કલ્યાણ ચાલુક્ય વંશના શાસનકાળ દરમિયાન આ સ્થળ ધાર્મિક અને શૈક્ષણીક પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની ગયુ હતુ.
 • 11 મી થી 13 મી સદીના કેટલાક શિલાલેખોમાં હમ્પી સ્થળ વિશે ઉલ્લેખ છે, જેમાં હમ્પા દેવીની ભેટોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
 • 12 મી થી 14 મી સદીની વચ્ચે દક્ષિણ ભારતના હાયસાલા સામ્રાજ્યના હિન્દુ રાજાઓએ આશરે 1199 B.C ના શિલાલેખ અનુસાર દુર્ગા, હમ્પા દેવી અને શિવના મંદિરો બંધાવ્યા હતા.

મધ્યકાલીન સમયમાં હમ્પી એ ભારતનું સૌથી સમૃદ્ધ અને શ્રીમંત લોકોનું અતિભવ્ય શહેર હતુ. જેમાં અસંખ્ય મંદિરો, ખેતરો અને વેપારના બજારો હતા. 1500 A.D સુધીમાં હમ્પી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ મધ્યકાલીન શહેર હતુ. તે સમયે પર્શિયન અને પોર્ટુગલના વેપારીઓ તેમજ યુરોપિયન પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેંદ્ર બની ગયુ હતુ. 1565માં જ્યારે મુસ્લિમ સલ્તનત દ્વારા વિજયનગર સામ્રાજ્ય પર આક્રમણ કરવામાં આવ્યુ ત્યારથી હમ્પીનું પતન થવાનું શરૂ થઈ ગયુ. મુસ્લિમ સલ્તનતોએ આખુ સામ્રાજ્ય પોતાના કબ્જે કરી લીધુ હતુ, અને ભારી માત્રામાં આ શહેરના મંદિરો, સ્મારકો, કિલ્લાઓ, સ્થાપત્યો તોડીને નુકસાન કર્યુ હતુ. અત્યારે હમ્પીની આ ખંડેર હાલત જોવા મળે છે તેનું એકમાત્ર કારણ આ લોકો છે.

હમ્પી સાઈટના આકર્ષણો :-

હમ્પી સાઈટને ત્રણ બ્રોડઝોનમાં વિભાજીત કરવામાં આવે છે :

1. પવિત્ર કેંદ્ર :- બર્ટન સ્ટેન અને અનસલ જેવા વિદ્વાનો દ્વારા પ્રથમ ભાગને ‘પવિત્ર કેંદ્ર’ નામ આપવામાં આવ્યુ. અહીં નદીની બાજુમાં તીર્થસ્થાનોનાં ઈતિહાસ ધરાવતા સૌથી પ્રાચીન મંદિરો અને વિજયનગર સામ્રાજ્યના પ્રી – ડેટીંગ સ્મારકો છે.    

2. શહેરીકોર અથવા શાહી કેન્દ્ર :- શહેરીકોર અથવા શાહી કેંદ્રમાંપવિત્ર કેંદ્ર કરતા પણ સાઠથી વધુ વિનાશકારી મંદિરો આવેલા છે. પરંતુ એ બધા વિજયનગર સામ્રાજ્યમાં આવે છે. શહેરીકોરના ક્ષેત્રમાં સાર્વજનિક યુટીલિટી ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કે – રસ્તાઓ, એક જળચર, પાણીની ટાંકી, મંડપ, ગેટવે અને બજારો, મઠો પણ સામેલ છે.

3. વિજયનગર સામ્રાજ્ય :- અહીં મોટા ભાગના હિંદુ સ્મારકો આવેલા છે જેમાં મંદિરો, જાહેર માળખાઓ (ટાંકીઓ અને બજારો) અને આર્ટવર્ક શામેલ છે. આ બધા સ્મારકો હિંદુ દેવી-દેવતાની થીમમાં બનાવવામાં આવ્યા છે. અહીં છ જૈન મંદિરો અને સ્મારકો તેમજ મુસ્લિમ મસ્જિદ અને સમાધિ પણ છે. અહીંના આર્કીટેક્ચરમાં વિપુલ પ્રમાણમાં સ્થાનિક પથ્થરોનો ઉપયોગ થયો છે, જેને દ્રવિડયન શૈલી વડે કંડારવામાં આવ્યુ છે. આર્કિટેક્ચરે ક્વિન બાથ અને એલિફન્ટ સ્ટેબલ (હાથી તબેલા) જેવા કેટલાક સ્મારકો ઈન્ડો – ઈસ્લામિક શૈલીમાં બનાવ્યા છે. જેના વિશે યુનેસ્કો કહે છે : “ખૂબ વિકસિત, બહુ ધાર્મિક અને બહુ વંશીય સમાજ” પ્રતિબિંબિત થાય છે.    

હમ્પી સાઈટ વિશે વાત કરીએ તો એ નીચે પ્રમાણે છે :

 1. વિરુપક્ષ મંદિર
 2. વિઠ્ઠલા મંદિર
 3. સ્ટોન રથ (રથ મંદિર)
 4. સંગીતમય સ્તંભો
 5. લક્ષ્મી – નૃસિંહ (નરસિંહ) મૂર્તિ
 6. રોયલ બિડાણ
 7. હજારા રામ મંદિર
 8. હાથી તબેલા
 9. નંદી પ્રતિમા
 10. ગણેશ મંદિર
 11. હમ્પી બજાર
 12. ગગન મહેલ
 13. કમળ મહેલ
 14. આર્કિયોલોજીકલ મ્યુઝિયમ

હમ્પી સાઈટના મુખ્ય આકર્ષણો વિગતવાર :-

1. વિરુપક્ષ મંદિર :-

વિરુપક્ષ મંદિર  હમ્પીના આકર્ષણોમાંનુ એક આકર્ષક છે. તેની સ્થાપના 7 મી સદીની આસપાસ થઈ હોવાનું માનવામાં આવે છે. વિરુપક્ષ મંદિર હમ્પીનું સૌથી પ્રાચીન મંદિર છે. આ મંદિર વિજયનગરના રાજા કૃષ્ણદેવરાયે ભગવાન શિવની આરાધના માટે બનાવ્યુ હતુ.આ મંદિરમાં ત્રણ ટાવર છે, સૌથી ઊંચુ પૂર્વીય ટાવર છે જે નવ ટાયર્ડ માળખુ ધરાવે છે અને 160 ફૂટની ઊંચાઈ ધરાવે છે. તે પંદરમી સદીના પહેલા ભાગમાં આવે છે.સોળમી સદીમાં આ ટાવરનું રિનોવેશન મહારાજા કૃષ્ણદેવરાય દ્વારા કરવામાં આવ્યુ હતુ. ઉત્તરીય ગોપુરમમાં પાંચ માળ છે અને આંતરિક પૂર્વ ગોપુરમમાં ત્રણ માળની રચના કરવામાં આવી છે. અભ્યારણ્યની સામે એક મંડપ છે જે વિજયનગર શૈલીના ભીંતચિત્રોથી સજ્જ છે. અહીં ભગવાન શિવની સંખ્યાબંધ વિશિષ્ટતાઓ અને ભગવાન વિષ્ણુના દસ અવતારો દર્શાવવામાં આવ્યા છે. વિરુપક્ષ મંદિરની આજુબાજુમાં ઘણા જર્જરીત મંડપો આવેલા છે જેનો ઉપયોગ પહેલા સવાર સાંજ ભગવાનની ધાર્મિક વિધિઓ, પુજા-પાઠ માટે થતો હતો.

2. વિઠ્ઠલા મંદિર:-  

હમ્પી માં આવેલું વિઠ્ઠલા મંદિર એ આ સુંદર શહેરનું મુખ્ય પ્રતિક છે. આ પ્રાચીન સ્મારક તેની અસાધારણ સ્થાપત્ય અને કારીગરી માટે જાણીતુ છે. હમ્પીના સૌથી મોટા અને પ્રખ્યાત સ્મારકોમાંનુ એક, આ મંદિર તેની ભવ્ય સુંદરતાથી મુલાકાતીઓને આકર્ષે છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું આ મંદિર હમ્પીના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલું છે. વિઠ્ઠલા મંદિર એક ઉત્તમ નમૂના રૂપ છે. લક્ષ્મી – નૃસિંહની વિશાળ મૂર્તિઓ તેમની વિશાળતા અને કૃપા માટે જાણીતી છે. આ ઉપરાંત કૃષ્ણ મંદિર, પટ્ટાભિરામ મંદિર, હજારારામચંદ્ર અને ચંદ્રશેખર મંદિર તેમજ અન્ય જૈન મંદિરો પણ તેના ઉત્તમ નમૂનાના ભાગ રૂપે છે.  

આ મંદિરનું નિર્માણ 15 મી સદીમાં વિજયનગરના રાજા દેવરાય બીજાના શાસનમાં થયુ હતુ. ત્યારબાદ 16 મી સદીમાં રાજા કૃષ્ણદેવરાયના આગમનથી આ મંદિરના કેટલાક વિભાગોનું વિસ્તૃતકરણ અને નવીનીકરણ કરવામાં આવ્યુ હતુ. આ મંદિર ભગવાન વિઠ્ઠલ એટલે કે વિષ્ણુને સમર્પિત છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપવામાં આવી હતી, પરંતુ સમયની તબાળમાં ખોવાઈ ગઈ. એક દંતકથા અનુસાર આ મંદિર ભગવાન વિઠ્ઠલા (વિષ્ણુ) ના નિવાસસ્થાન તરીકે બનાવવામાં આવ્યુ હતુ.

વિઠ્ઠલા મંદિર સંકુલ એક ભવ્ય વિસ્તાર છે. હમ્પીના અન્ય મંદિરો અને સ્મારકો વિઠ્ઠલા મંદિરનો એક ભાગ છે. આ મંદિરમાં વિજયનગર સામ્રાજ્યના શાસનકાળના શિલ્પીઓ અને કારીગરોની શ્રેષ્ઠ સર્જનાત્મક્તા અને સ્થાપત્યતા છે. આ મંદિરમાં જે વિશેષતાનો અને સુવિધાઓ છે તે ક્લાસિક દક્ષિણ ભારતીય મંદિરોની લાક્ષણિક્તા છે. આ મંદિરની આસપાસ ઊંચી દિવાલો અને ત્રણ વિશાળ દરવાજાઓ છે. મંદિર સંકુલમાં તેની અંદર અસંખ્ય હોલ્સ, મંદિરો અને ઈમારતો છે. આ દરેક બંધારણો પથ્થરોની બનેલી છે અને દરેક સંરચનાની પોતાની આગવી સુંદરતા છે. હમ્પીના આકર્ષણોમાં દેવીના મંદિર તરીકે ઓળખાતુ ‘દેવી મંદિર’ પણ જોવાલાયક છે. મંદીરની છતને કમળના રૂપમાં શણગારવામાં આવેલ છે. મ્યુરલ્સ અને જટીલ હેન્ડવર્ક દરેક ખૂણામાં જોવા મળે છે. વિઠ્ઠલા મંદિર આંશિક રીતે બરબાદ થઈ ગયુ છે. મંદિરના ગર્ભગૃહમાં એક સમયે ભગવાનની મૂર્તિ બિરાજેલ હતી, પરંતુ હવે એ પણ નથી. 1565 માં વિજયનગર સામ્રાજ્યને પતન તરફ દોરી ગયેલા મુઘલોના આક્રમણથી મંદિરનો મધ્ય પશ્ચિમી હોલ બરબાદ થઈ ગયો હતો.  

3. સ્ટોન રથ :-

રથમંદિર એ હમ્પીના વિઠ્ઠલા મંદિરનો જ એક ભાગ છે. ઉત્કૃષ્ટ રીતે શિલ્પયુક્ત સ્ટોનરથ (રથ મંદિર) એ વિજયનગર સામ્રાજ્યની સૌથી અદ્દ્ભુત સ્થાપત્ય શૈલી છે. તે ખરેખર મંદિર છે જે ભગવાન વિષ્ણુના વાહન ગરૂડને સમર્પિત છે અને તેને રથનો આકાર આપીને સુશોભિત બનાવવામાં આવ્યુ છે.

આ રથમંદિર દ્રવિડયન શૈલીમાં બનાવવામાં આવ્યુ છે. રથની સુંદરતા એ હકિકતમાં રહેલી છે કે તે એક નક્કર માળખું જેવું લાગે છે પરંતુ હકીકતમાં તે ગ્રેનાઈટના સ્લેબ દ્વારા બનાવવામાં આવ્યુ છે, જેની જોડાણ ચતુરતથી કલાત્મક ડિઝાઈનથી છુપાયેલ છે. રથ જે આધાર પર ટકે છે તે જટિલ વિગતોમાં સુંદર પૌરાણિક યુદ્ધના દ્રશ્યો દર્શાવે છે. જ્યાં પહેલા ઘોડાના શિલ્પો હતા હાલમાં ત્યાં હાથીઓ બેઠા છે. મુલાકાતીઓ ખરેખર હાથીઓની પાછળના ઘોડાઓના પાછળના પગ અને પૂંછડીઓ શોધી શકે છે. બે હાથીઓ વચ્ચે સીડીનાં અવશેષો પણ છે, જેનો ઉપયોગ કરીને પુરોહિતો ગરૂડના શિલ્પને શ્રદ્ધાંજલિ આપવા માટે આંતરિક ગર્ભમાં ચઢતા હતા. હમ્પી રથમાંથી એક રસપ્રદ લોકવાયકા નીકળી છે કારણ કે ગામ લોકો માને છે કે જ્યારે રથ તેના સ્થાનેથી આગળ વધશે ત્યારે દુનિયા અટકી જશે.

4. સંગીતમય સ્તંભો :-

આ 56 સંગીતમય સ્તંભો વિઠ્ઠલા મંદિરના રંગા મંતાપમાં આવેલા છે. આ સ્તંભોને ટાપલી મારતા એમાંથી સંગીત વાગે છે. આ સ્તંભોને ‘સરગમ સ્તંભ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. દરેક મુખ્ય આધારસ્તંભ 7 નાના સ્તંભોથી ઘેરાયેલા છે. આ સાત સ્તંભો પ્રતિનિધિ સંગીતના વાદ્યોની 7 જુદી જુદી સંગીતની નોંધો આપે છે. નોંધો સાધનને આધારે ધ્વનિ ગુણવત્તામાં બદલાય છે. સંગીતમય સ્તંભોનું ક્લસ્ટર રેઝનન્ટ એક જ પથ્થરના વિશાળ ટૂકડામાંથી કોતરવામાં આવ્યુ હતુ. પથ્થરના આ સ્તંભોમાથી સંગીતની નોંધોનું ઉતર્જન એક રહસ્ય હતુ, જે હજી સુધી કોઈ સોલ્વ નથી કરી શક્યુ. આ રહસ્યના ઉકેલ માટે, વસાહતી યુગમાં બ્રિટીશરોએ બે આધારસ્તંભો કાપી નાખ્યા હતા.જે આજ સુધી ખંડેર છે અને વણઉકેલાયેલુ છે.

5. લક્ષ્મી – નૃસિંહ (નરસિંહ) મૂર્તિ :- 

હિંદુ પુરાણકથા અનુસાર ભગવાન નૃસિંહ (નરસિંહ) ને ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર માનવામાં છે. નામ જ દર્શાવે છે : નર +સિંહ એટલે કે અહીં ભગવાન વિષ્ણુ અડધા માનવના રૂપમાં અને અડધા સિંહના રૂપમાં છે. ભગવાની આ અવતાર ભક્ત પ્રહલાદને બચાવવા અને હિરણ્યકશિપુને મારવા લીધો હતો.
આ મૂર્તિ વિજયનગર સામ્રાજ્યના મહાન રાજવી રાજા કૃષ્ણદેવરાય દ્વારા 1528માં બંધાવવામાં આવી હતી પરંતુ 1565 માં મુઘલોના આક્રમણને લીધે આ પ્રતિમાને ઘણું નુકસાન પહોંચ્યુ હતુ. મૂળભૂત રૂપમાં આ મૂર્તિના ખોળામાં બેસાડેલ માતા લક્ષ્મીની મૂર્તિને મુખ્ય મૂર્તિ (ભગવાન નૃસિંહ) થી અલગ કરી દેવામાં આવી હતી. વળી દેવી (માતા લક્ષ્મી) ની મૂર્તિનો એક હાથ પણ તૂટી ગયો હતો, આ હાથ આજે ભગવાનની પ્રતિમાની પાછળના ભાગમાં જોઈ શકાય છે. આજે આ દેવીની ક્ષતિગ્રસ્ત મૂર્તિને કમલાપુર સ્થિત પુરાતત્વીય સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.
લક્ષ્મી – નરસિંહની આ આર્કિટેક્ચરલ માસ્ટરપીસની ઊંચાઈ 7.7 મીટર છે અને આશ્ચર્યચકિત કરી દે એવી વિગતો સાથે તેને રાફ્ટ કરવામાં આવી છે. આ પ્રતિમાનું શિલ્પકામ વિજયનગર શૈલીમાં કરવામાં આવેલું છે એની સ્થિતિ એક કમાનની વચ્ચે છે. ભગવાન નરસિંહની મૂર્તિમાં સ્પષ્ટ રીતે ડિઝાઈન કરેલુ એક અદ્દ્ભુત આકારનું વક્ષસ્થળ (છાતી) છે. સારી રીતે ડિઝાઈન કરેલી હેડગિયર પ્રતિમાને શણગારે છે જે પલાંઠીની મુદ્રામાં છે. આ પ્રતિમા સાત કળા વાળા સાપની ધરતી પર બિરાજમાન છે, જેને સાપોનો રાજા કહેવામાં આવે છે. ભગવાનના માથા પર આ સાતેય સાપો છત્ર બનાવે છે. સાપની હૂડ પર સિંહ માસ્ક મુકવામાં આવ્યુ છે. આ મૂર્તિનું મુખ્ય આકર્ષણ તો એની ગુસ્સાવાળી આંખો છે, જે પ્રતિભાની પ્રભાવશાળી આભાને દર્શાવે છે. આ વિશાળ પ્રતિમાને ગ્રેનાઈટ પથ્થરનો એક સિંગલ બોલ્ડર અને કારીગરીનો અદ્દ્ભુત ભાગ બનાવવામાં આવ્યો છે. આ પ્રતિમાને વચ્ચે મૂકવામાં આવી છે જે સેક્રીડ સેન્ટરને રોયલ સેન્ટરથી જોડે છે.   

6. રોયલ બિડાણ (રોયલ એન્ક્લોઝર) :-

હમ્પીમાં રોયલ બિડાણ એ હમ્પીના ખંડેરમાંની એક રસપ્રદ ખંડેર છે. એક સમયે આ વિશાળ કિલ્લેબંધી વિસ્તાર વિજયનગર સામ્રાજ્યનું એક કેંદ્ર હતુ. રોયલ બિડાણ જેમ નામ સુચવે છે એમ આ સ્થળે વિજયનગર સામ્રાજ્યના રાજા રહેતા અને શાસન કરતા. આ વિસ્તાર ડબલ દિવાલો દ્વારા સુરક્ષિત કરવામાં આવ્યો હતો અને ત્રણ પ્રવેશદ્વાર હતા : બે ઉત્તર તરફ અને એક પશ્ચિમ તરફ.
આ વિસ્તાર 59000 ચો.મી.માં ફેલાયેલો છે. એવું માનવામાં આવે છે કે સંકુલમાં એ સમયે 43 જેટલી ઈમારતો રાખવામાં આવી હતી, શાહી પરિવારના ઉપયોગ માટે. હવે, આ વિસ્તારમાં ફક્ત કેટલાક મહેલ, પાયા જળટાંકી, મદિર, સુશોભન પ્લેટફોર્મ, જળચર અને નહેરો તેમજ ઉત્કૃષ્ટ રીતે કોતરવામાં આવેલા દરવાજાઓ અને અન્ય બાંધકામના અવશેષો છે. તે સમયગાળાની અન્ય રચનાઓની જેમ આ બાંધકામો તેમના પથ્થરો અને આર્ટવર્કનો વિપુલ ઉપયોગ દર્શાવે છે. રોયલ બિડાણમાં બીજા નોંધપાત્રો માળખાઓ આવેલા છે : મહાનવામી દિબ્બા, કિંગ્સ ઓડિયન્સ હોલ, સ્ટેપ્ડ ટેન્ક, અન્ડરગ્રાઉન્ડ ચેમ્બર, હજારારામ મંદિર, એક્વાડેટ્સ વગેરે.
હમ્પીમાં રોયલ બિડાણને સૌથી વધુ નુકસાન થયું છે.  અહીંના બંધી નામના વિસ્તારમાં મહત્તમ વિનાશ જોવા મળ્યો હતો. મુઘલોના આક્રમણ પછી અહીંના મહેલો અને બાંધકામોના અવશેષો ફક્ત પાયાના રૂપમાં રહ્યા છે એ પણ ખંડીત અવસ્થામાં. ભારે પ્રમાણમાં નુકશાન પામેલા બિડાણની અંદરના આ ખંડેરો વિજયનગર વંશના શાહી જીવનની વૈભવી ઝલક જાળવવામાં સફળ રહ્યા છે. અત્યારે આ વિસ્તાર માત્ર ઈતિહાસના અવશેષો સાથે પથરાયેલા ખુલ્લા હવાનું સંગ્રહાલય બનીને રહી ગયુ છે. ભારતના પુરાતત્વીય સર્વી અહીંની કેટલીક ઈમારતોનું નવીનીકરણ કર્યુ છે, પરંતુ તેના બગડેલા રૂપમાં આજે પણ તે એકદમ આકર્ષક અને રમણીય લાગે છે.

7. હજારા રામ મંદિર :- 

આ મંદિર રોયલ બિડાણની અંદર આવેલું છે. આ નાનું પણ સુંદર મંદિર રાજવી ક્ષેત્રની મધ્યમાં સ્થિત છે. આ મંદિરનું મુખ્ય આકર્ષણ અહીંની બેસ – રિલેક્સની ભીડથી સજ્જ દિવાલો જે રામાયણની કથાને રજૂ કરે છે. આ મંદિર હિંદુ દેવતા ભગવાન રામને સમર્પિત છે. આ મંદિર એક સમયે વિજયનગરના રાજવી પરિવારનું ખાનગી મંદિર હતુ.
આ મંદિરનું નિર્માણ 15 મી સદીના પ્રારંભિક ભાગમાં વિજયનગરના તત્કાલીન રાજા દેવરાય બીજા દ્વારા કરાવવામાં આવ્યુ હતુ. તે મૂળ એક સરળ માળખા તરીકે બનાવવામાં આવ્યુ હતુ, જેમાં ફક્ત એક ગર્ભગૃહ, એક આધારસ્તંભ અને એક અર્ધ મંડપ હતો. પાછળથી ખુલ્લા મંડપ અને સુંદર થાંભલા ઉમેરવા માટે મંદિરની રચનાનું નવીનીકરણ કરવામાં આવ્યુ. હજારા રામ મંદિર અનેક બાબતોમાંએક અજોડ મંદિર છે. સૌથી પહેલા તો એનું નામ જ બધાને આકર્ષિત કરે છે. ‘હજારા રામ’ નો શાબ્દિક અર્થ ‘હજાર રામ’ એવો થાય છે અને તે મંદિરના શાસનકારી દેવતાને દર્શાવતા ‘દેવતાઓના ટોળાને’ સૂચવે છે. આ અવશેષોમાં સૈનિકો, હાથીઓ, ઘોડાઓ, નૃત્ય કરતી સ્ત્રીઓ વગેરે દશેરા તહેવારની રેલીમાં ભાગ લેતી દર્શાવવામાં આવે છે. મંદિરની ઉત્તર બાજુએ એક વિશાળ છવાયો લોન (જગ્યા) છે. ત્યાં બે વિશાળ પ્રવેશદ્વાર છે. મંદિરના આંતરિક ભાગમાં સુશોભિત મૂર્તિકળા કલમો છે. ત્રણ છિદ્રો સાથેનો આ ખાલી પદાર્થ સૂચવે છે કે આ મંદિરમાં એક સમયે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતાની મૂર્તિઓ હતી. આ જ રામાયણનું મહાકાવ્ય દિવાલના કોતરણીવાળા મંદિર સંકુલની અંદર એક નાનું મંદિર છે. ફરક માત્ર એટલો છે કે અહીંની દિવાલો પર પણ ભગવાન વિષ્ણુના અવતારોનું નિરૂપણ છે. 

8. હાથી તબેલા (એલીફન્ટ સ્ટેબલ) :-

હાથી તબેલા એ હમ્પીની પ્રભાવશાળી સાઈટ્સમાંની એક છે. આ સ્થળ વિજયનગર સામ્રાજ્યના શાસનકાળનું રાજાશાહી /રાજઘરાનાના હાથીઓનું આશ્રય સ્થાન હતુ. જટીલ ડિઝાઈન અને થોડીક વિગતો પર ભાર એ મહત્વ સૂચવે છે કે આ સામ્રાજ્ય શાહી હાથીઓ સાથે જોડાયેલું હતુ.
આ સ્થાપત્યનું નિર્માણ 15 મી સદીમાં ઈન્ડો ઈસ્લામિક શૈલીમાં કરવામાં આવ્યુ હતુ. આ માળખુ ગુંબજવાળા ઓરડાઓ સાથે વિસ્તરેલુ મકાન છે, જે એકી સાથે બે હાથીઓને સમાવી શકે એટલું વિશાળ છે. આવા ગુંબજવાળા અગિયાર ઓરડાઓ છે અને તે મોટા કમાનોવાળા મુખ સાથે એકબીજાથી જોડાયેલ (ઈન્ટરકનેક્ટેડ) છે. એલિફન્ટ સ્ટેબલનું આ મકાન ઝેનાના બિડાણની બહાર સ્થિત છે તેમ છતાં પણ એનું આકર્ષણ એકદમ રમણીય અને ઉચ્ચ કોટીની કારીગરીનું છે.

9. નંદી પ્રતિમા :-

હિન્દુ પૌરાણીક કથામાં નંદીને ભગવાન શિવના વાહન તરીકે ઓળખવામાં આવે છે. અહીં હમ્પી ખાતેની નંદી પ્રતિમા પ્રખ્યાત વિરુપક્ષ મંદિરની સામે સ્થિત છે અને તે સ્થાનિક રીતે ‘યેદુરુ બસવન્ના’ તરીકે ઓળખાય છે. આ માળખુ એક વિશાળ મોનોલિથ છે અને ઊભા પ્લેટફોર્મ પર બે માળના મંડપમાં બનાવવામાં આવ્યુ છે. મૂર્તિમાં જે મૂળભૂત કોતરણીઓ અને પ્રતિમા પાછળ મોટા પથ્થરો છે તે તેના આભૂષણોમાં વધારો કરે છે. મૂર્તિથી થોડે દૂર એક પથ્થરનો દીવો છે જેના પર સ્પાઈક્સ (ધાતુ) છે.
હમ્પીના લોકો નંદીની આ પ્રતિમાની ખૂબ જ પ્રશંસા કરે છે અને તેની પૂજા પણ કરે છે. એવું માનવામાં આવે છે કે તે શહેરનું રક્ષણ કરે છે. કુદરતી સમય દરમિયાન થોડુ નુકસાન થયુ હોવા છતા પણ આ પ્રતિમા હજુ સુંદર લાગે છે. આ સ્થળ દર વર્ષે નવેમ્બર મહિનામાં ‘હમ્પી આર્ટ્સ ફેસ્ટિવલ’ યોજાય છે.

10. ગણેશ મંદિર :-

સાસિવેકાલુ ગણેશ મંદિર હમ્પીની પ્રખ્યાત સાઈટમાંની એક છે. આ મંદિરમાં ભગવાન ગણેશની 8 ફૂટની વિશાળ પ્રતિમા આવેલી છે, જે એક જ પથ્થરમાંથી બનાવવામાં આવેલી છે.હિંદુ પૌરાણિક કથા અનુસાર, ભગવાન ગણેશ ખોરાક પ્રત્યેના પ્રેમ માટે જાણીતા છે. એકવાર ગણેશજીએ ઘણા બધા આહારનું સેવન કર્યુ, જેના કારણે તેનું પેટ ફૂટી જવાના આરે હતુ. તેના પેટના વિસ્ફોટને અટકાવવા માટે બીજો કોઈ વિકલ્પ ન મળતાં ભગવાન ગણેશજીએ સાપને પકડ્યો અને તેને પેટની ફરતે બાંધી દીધો, જેથી તેનું પેટ ફૂટી ન જાય. ગણેશજીના પેટની ફરતે બાંધેલા સાપના અસ્તિત્વની પાછળ આ પૌરાણિક કથા છે જે પ્રતિમા પર દેખાય છે.
આ પ્રતિમા પરનો શિલાલેખ 1500મી સદી જેટલો જૂનો છે. અને કહેવાય છે કે આ પ્રતિમા વિજયનગરના બીજા રાજા નરસિંહાની યાદમાં ઊભી કરવામાં આવી હતી.
ભગવાન ગણેશની આ પ્રતિમામાં તે ચાર હાથવાળા અને અર્ધકમળની સ્થિતિમાં જોવા મળે છે. ઉપરની બાજુએ જમણો અને ડાબો હાથ એક ગોડ અને તૂટેલી સંધિ ધરાવે છે. પ્રતિમાની ઉપરનો જમણો હાથ એક મોદક ધરાવે છે, ડાબા હાથને નસ સાથે ચિત્રિત કરવામાં આવ્યુ છે.

11. હમ્પી બજાર :- 

હમ્પી બજાર એ હમ્પીનું એક અનોખુ આકર્ષણ છે. તે વિરુપક્ષ મંદિર પાસે આવેલુ છે અને એક કિલોમીટર સુધી ફેલાયેલુ છે. વિજયનગર સામ્રાજ્યના દિવસોમાં આ સ્થળ એક વિકસત્તુ બજાર હતુ. મુઘલોના આક્રમણ પછી હમ્પીના અમુક ભાગોનું ભારે પ્રમાણમાં નુકશાન થયુ હોવા છતાં પણ આ બજારે એની ચમક અને મહત્વ ગુમાવ્યુ નથી એનું આકર્ષણ પણ હજુ એમ જ છે.
એક સમયે હમ્પી બજાર એ વિકસિત બજારનું કેંદ્ર હતુ. તે એક આયોજિત બજાર વિસ્તાર હતો. પેવેલિયનની શ્રેણીમાં એક સંગઠિત માળખુ હતુ. કેટલાક પેવેલિયન બે શ્રેણીના હતા તેમાં તે યુગનાં ઘણા સમૃદ્ધ અને મહત્વપૂર્ણ લોકોના નિવાસસ્થાનો પણ હતા. તે એક એવુ બજાર હતુ જ્યા ધનિક અને સામાન્ય બન્ને વર્ગની માંગની પહોંચી વળતી. હમ્પી બજાર એક એવી જગ્યા છે જ્યાં કોઈ સ્થાનિક ખરીદીનો આનંદ માણી શકે છે. તે એક સમયનું એવુ ધમધમતુ બજાર હતુ જ્યાં પ્રાચીન સમયના વિવિધ દેશના વેપારીઓ કિંમતી પથ્થરો, ઝવેરાત, રેશમનાં કપડા વગેરેનો વેપાર કરવા આવતા હતા. અહીં ગાય, ઘોડા જેવા પશુઓનુ વેચાણ પણ થતુ હતુ.
હમ્પી બજાર ને ‘વિરુપક્ષ બજાર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. પહેલા જેટલુ આકર્ષિત ન હોવા છતા પણ આ બજાર ‘બજાર સ્થળ’ તરીકે કાર્ય કરે છે. ત્યાં શેરીની બન્ને બાજુ જુના ઓરડાઓ જોઈ શકાય છે. તેમ છતાં શેરીના પશ્ચિમ છેડે અનેક દુકાનમાલિકો તથા નાના રેસ્ટરાં દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યુ છે. શેરીનો પૂર્વ ભાગ ગરીબ ગ્રામ્યજનો દ્વારા કબ્જી કરાયો , રહેણાંક માટે. નંદી પ્રતિમા શેરીના પૂર્વ છેડેથી ઊભી જોઈ શકાય છે.
હમ્પી બજાર એક એવુ માર્કેટ છે જ્યા વિવિધ પ્રકારની સ્થાનિક વસ્તુઓ જેમ કે, એમ્બ્રોડરી કરેલી શાલ અને કાપડ, પરંપરાગત પોશાકો, પ્રાચીન સિક્કા, ઝવેરાત, રંગબેરંગી બેગ, પથ્થરના પૂતળાઓ, કોતરણીવાળી મૂર્તિઓ, હાથવણાટની વસ્તુઓ, માટીની ઢીંગલીઓ વગેરે વેચાય છે. આ એક એવી જગ્યા છે જ્યાં ખરીદી પહેલા લોકો લટાર મારવા આવે છે.

12. ગગન મહેલ:- 

ગગન મહેલ એ વિજયનગર સામ્રાજ્યના શાસકોનો મહેલ હતો. આ મહેલ હમ્પી નજીક આવેલ એનેગુંડી નામક ગામમાં સ્થિત છે. આ મહેલનો ઉપયોગ પહેલા રાજા – રાણીઓના નિવાસસ્થાન તરીકે થતો હતો.. હાલ તે સ્થાનિક વહીવટની ઈમારત તરીકે સેવા આપે છે. મુઘલો દ્વારા પતન થયાં બાદ પણ આ મહેલની ચમક પહેલા જેવી જ રહી છે.
ગગન મહેલને ‘ઓલ્ડ મહેલ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ મહેલનું નિર્માણ 16મી સદીમાં વિજયનગર સામ્રાજ્યના શાસકો દ્વારા કરાયુ હતુ. તે એક સમયે ખૂબસુરત મહેલ હતો જેણે વિજયનગર સામ્રાજ્યના રાજવી પરિવારોના સભ્યોના નિવાસસ્થાન તરીકે સેવા આપી હતી. જોકે, મોગલો દ્બારા કરવામાં આવેલ હુમલામાં આ મહેલને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યુ હતુ. 500 વર્ષ જુના આ મહેલની સાથે અન્ય મહેલે પણ હમ્પીની સુંદરતામાં વધારો કર્યો હતો. એવુ કહેવામાં આવે છે કે આ મહેલનો ઉપયોગ રાણીના ક્વાર્ટર તરીકે થતો હતો.
ગગન મહેલ એક સમયે પ્રભાવશાળી માળખુ હતુ જેનું બાંધકામ ઈન્ડો – ઈસ્લામિક સ્થાપત્યશૈલીમાં કરવામાં આવ્યુ હતુ. આજે પણ તેની જટીલ કોતરણી તે સમયના કામદારોની ઉત્તમ કુશળતા દર્શાવે છે. જોકે મહેલોના મોટા ભાગના ભાગો ખંડેર અવસ્થામાં છે, તે મહેલની મૂળ સુંદરતા વિશે કલ્પના આપે છે. મહેલમાં મનોરમ સજ્જ બાલ્કનીઓ અને અને બહાર નીકળતી વિન્ડોઝ છે. મહેલમાં ચાર ટાવર પણ અને તેની આસપાસ એક કિલ્લો પણ છે.
આ મહેલ તે સમયના ઈજનેરોની અપવાદરૂપ કુશળતા દર્શાવે છે, જે આજથી 500 વર્ષ પહેલાની અસ્તિત્વમાં છે. આ મહેલ એવી રીતે બાંધવામાં આવેલો છે કે ઉનાળાના મહિનાઓમાં પણ તે ઠંડુ રહે છે. તે યુગમાં કોઈ એ.સી. ન હોવા છતાં પણ ઈજનેરો એવી રીતે મહેલ બાંધવામાં સફળ રહ્યા કે તેને ઠંડુ રાખવા માટે કોઈ કૃત્રિમ એ.સી. ની જરૂર ન પડે. પ્રાચીન સમયમાં પણ આ મહેલમાં પાણીનો ડ્રેનેજ સિસ્ટમ સાથે કાર્યાત્મક પૂલ તરીકે ઉપયોગ થતો હતો. હાલમાં, આ મહેલની સ્થિતિ અર્ધ વિનાશક બંધારણની જેમ છે, છતાં તેના અમુક ભાગોનો ઉપયોગ વહીવટી કચેરી તરીકે ઉપયોગ થાય છે.  

13. કમળ મહેલ :- 

કમળ મહેલની મુલાકાત લીધા વિના હમ્પીની મુલાકાત અધૂરી છે. તેનું આર્કિટેક્ચરલ બંધારણ કમળ આકારનું છે માટે તેનું નામ ‘કમળ મહેલ’ રાખવામાં આવ્યુ છે. હમ્પીનું આ એક માત્ર સ્થાપત્ય જેને મુઘલોના હુમલાની કોઈ જ અસર થઈ નથી એટલે કે આ મહેલને નુકસાન નથી પહોંચ્યુ. આ મહેલને ‘ચિત્રગણિ મહેલ’  પણ કહેવામાં આવે છે.
આ ભવ્ય ઈમારત ઝેનાના બિડાણની અંદર છે. એક અલગ વિસ્તાર જેનો ઉપયોગ વિજયનગર વંશની શાહી મહિલાઓ કરતી.આ મહેલ રાજવી પરિવારની મહિલાઓ માટે ભેગા થવા અને મનોરંજક પ્રવૃતિઓ માણવા માટે બનાવવામાં આવ્યો હતો. આ મહેલ રાજા અને તેના પ્રધાનો માટે ‘મીટીંગ પોઈન્ટ’ ની જેમ પણ કામ કરતો. 18મી સદીમાં મળેલા નક્શા મુજબ, આ સ્થાનને ‘કાઉન્સિલ ચેમ્બર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે રાજા કૃષ્ણદેવરાયની રાણી તેનો મોટા ભાગનો સમય મહેલમાં આનંદ અને શાંતિ માણવા માટે કરતી હતી. આ સ્થળે અનેક સંગીતવાદ્યોની, સંગીત જલસાની અને અન્ય મનોરંજન પ્રવૃતિઓ યોજાતી.
આ મહેલ તેને અપાયેલ નામને આધારે મળતુ હોવાથી આ મહેલ ખુલ્લા કમળની કળી જેવું લાગે છે, જેમાં ગુંબજથી ઢંકાયેલ બાલ્કની અને ફકરાઓ છે. કેંદ્રિય ગુંબજ પણ કમળની કળી તરીકે કોતરવામાં આવેલું છે. આ મહેલના વળાંકને ઈસ્લામિક સ્પર્શ આપવામાં આવેલો છે, જ્યારે મલ્ટીસ્તરિય છતની રચના ઈન્ડો શૈલીઓથી સંબંધિત છે. આ મહેલ બે માળની ઈમારત ધરાવતુ, સપ્રમાણરૂપે સુવિધાયુક્ત છે. તે એક લંબચોરસ દિવાલ અને ચાર ટાવરોથી ઘેરાયેલું છે. આ ટાવર્સ પણ પિરામીડ આકારમાં છે જે કમળ જેવા માળખાને દ્રશ્ય આપે છે. મહેલની કમાનવાળી બારીઓ અને બાલ્કનીને ટેકો આપવા માટે લગભગ 24 સ્તંભો હાજર છે. દિવાલો અને થાંભલાઓ સમુદ્રના જીવો અને પક્ષીઓની કોતરણીવાળી આકૃતિઓથી સજ્જ કરવામાં આવી છે. મહેલની આજુબાજુનો વિસ્તાર ઘણા સંદિગ્ધ ઝાડથી ઢંકાયેલો છે જે મહેલને ઠંડક આપે છે. સાંજે જ્યારે લોટસ મહેલને દિવાઓથી પ્રગટાવવામાં આવે છે ત્યારે એક અદ્દ્ભુત દ્રશ્ય સર્જાય છે, જેને ફોટોગ્રાફરો પોતાના કેમેરામાં કેપ્ચર કરી લે છે. આખા હમ્પીમાં ફોટોગ્રાફી માટે આ એકમાત્ર સ્ટેન્ડઆઉટ સ્થળ છે.

14. આર્કિયોલોજીકલ મ્યુઝિયમ :-

કમલાપુર ખાતેનું આ પુરાતત્વીય સંગ્રહાલય (આર્કિયોલોજીકલ મ્યુઝિયમ) હમ્પી અને વિજયનગર સામ્રાજ્યના ખંડેરને સમર્પિત છે. કમલાપુર એ કર્ણાટકના બેલેરી જિલ્લાનું એક નાનકડુ શહેર છે. તે વિજયનગરના જૂના શહેરના ખંડેર અને વિજયનગર સામ્રાજ્યના ‘રોયલ સેન્ટરની’ બહાર આવેલુ છે. આ સંગ્રહાલય નાનુ પણ નોંધપાત્ર છે, જે વિજયનગર સામ્રાજ્ય અને તેના અવશેષોથી સંબંધિત અવશેષો અને વસ્તુઓનો સંગ્રહ કરે છે.
આ સંગ્રહાલયનું કાર્ય 1972 માં શરૂ થયુ હતુ અને તેનું સર્વેક્ષણ પુરાતત્વીય ખાતા દ્વારા કરવામાં આવે છે. આ વિભાગે હમ્પીના ખંડેરો બચાવવાની જવાબદારી લીધી હતી. કેટલાક કાર્યો બ્રિટીશ અધિકારીઓના એક વિભાગ દ્વારા પહેલેથી જ કરવામાં આવતા હતા. આ અધિકારીઓએ હમ્પી નજીકના સ્થળોના ખંડેરોમાંથી અનેક શિલ્પમૂર્તિઓ,  અવશેષો અને વસ્તુઓનો સંગ્રહ કર્યો હતો અને તેમને હાથીના કરતરામાં રાખવામાં આવ્યો હતો. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા સંગ્રહાલયના નવીનીકરણ બાદ તરત જ આ બધી વસ્તુઓ અહીં  સ્થળાંતરીત કરવામાં આવી હતી.
આ મ્યુઝિયમ વિજયનગર સામ્રાજ્યના ખંડેરોમાંથી પ્રાપ્ત થયેલ શિલ્પો, પથ્થરોના સમૃદ્ધ સંગ્રહથી સજ્જ છે. શિલ્પો સિવાય અહીં સ્થાપત્યના ટુકડાઓ, કલાકૃતિઓ, અવશેષો, સિક્કાઓ, સાધનો, લઘુચિત્રો, હાથીદાંતની વસ્તુઓ, તાંબાની પ્લેટો વગેરે જેવી તે યુગની ઘણી વસ્તુઓ આવેલી છે.
આ વસ્તુઓને પ્રદર્શિત કરવા માટે મ્યુઝિયમને મુખ્યત્વે ચાર વિભાગમાં વિભાજીત કરવામાં આવ્યુ છે :


–  પહેલા વિભાગમાં હમ્પીના સ્મારકો અને મંદિરોને ટોપોગ્રાફીના રૂપમાં રજૂ કરેલ છે. તે વિવિધ આકર્ષણો અને તેનાં સંબંધિત સ્થાનો વિશે ઉચ્ચત્તમ વિચાર પ્રદાન કરે છે. તે હમ્પીના નદીઓ અને પર્વતો પણ દર્શાવે છે.


–  બીજા વિભાગમાં હમ્પીના ખંડેરોમાંથી એકત્રિત કરેલા શિલ્પો અને મૂર્તિઓનો મોટો સંગ્રહ છે. જેમાં વિરભદ્રની મૂર્તિ, ભૈરવ મૂર્તિ, ભિક્ષાત મૂર્તિ, શક્તિ, મહિષાસૂર મર્દિની, કાર્તિકેય, વિનાયક વગેરેની મૂર્તિઓ શામેલ છે.


– ત્રીજા વિભાગમાં વિજયનગર સામ્રાજ્યના શાસનકાળ દરમિયાનના પ્રખ્યાત શસ્ત્રો, સિક્કા, સાધનો, ધાતુની વસ્તુઓ અને અન્ય કલા કૃતિઓનો અદ્દ્ભુત સંગ્રહ છે, આ વિભાગમાં અમુક પ્રકારના દસ્તાવેજી પુસ્તકો પિત્તળના બનેલા છે.


– ચોથા વિભાગમાં અનેક પ્રાચીન કાળનો સમાવેશ છે. આ વિભાગમાં સંગ્રહાયેલ પ્રદર્શનો સૌથી પ્રાચીન છે.આ વિભાગમાં નાયક પથ્થરો (યુદ્ધમાં મૃત્યુ પામેલની યાદમાં), સતી પથ્થરો (યુદ્ધમાં મૃત્યુ પામેલ પતીની પાછળ સતી થયેલ પત્ની), સાગોળ પૂતળા પણ શામેલ છે. ખંડેર સ્થળો અને ખોદકામ ફોટોગ્રાફ્સ એ એક વિશાળ સંગ્રહમાંથી ખોદકામ પોર્સેલેઈન માટીકામનો ભાગ છે.

તો આ વાત હતી આપણા જર્જરીત પણ જાજરમાન અને ભવ્ય વારસાની. ઘણા બધા વિધ્વંસનો સામનો કર્યા પછી પણ આ ખંડેરોએ એની ચમક અને આકર્ષક્તા જાળવી રાખી છે. આનુ આકર્ષણ જ એવુ છે કે દુર દુરથી પ્રવાસપ્રેમીઓને અહીં સુધી ખેંચી લાવે છે.અહીં દર વર્ષે ઓક્ટોબર – નવેમ્બર મહિનાની આસપાસ ત્રણ દિવસનો ‘હમ્પી’ ઉત્સવ મનાવવામાં છે. 1986માં યુનેસ્કોએ હમ્પીને વર્લ્ડ હેરીટેજ સાઈટ તરીકે જાહેરાત કરી હતી.આ ખંડેરો,શિલ્પો, મહેલો એની સમૃદ્ધતા દર્શાવે છે. દરેક શિલ્પો, સ્થાપત્યો એની પોતાની કથા સંભળાવે છે. તો ક્યારેક વેકેશનમાં હમ્પી જવાનો પ્લાન અચૂકથી બનાવજો.  

Click here to see the pics of Hampi :-

https://photos.app.goo.gl/RknK3VtMc3vbmKWn6

Hampi places | hampi heritage | hampi virupaksh temple |hampi stone chariot | hampi history in Gujarati | history of hampi |