science fact in gujarati | science based facts

આજે તમારી સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ વિજ્ઞાનની અમુક અવનવી બાબતો, જે તમે લોકોએ ક્યારેક જ સાંભળી હશે. વિજ્ઞાનની આ બાબતોમાં ભૌતિક, રસાયણ અને જીવ એમ ત્રણેય વિજ્ઞાનને લગતી બાબતોનો અહીં સમાવેશ થાય છે. આપણી આસપાસ બનતી ઘટનાઓ પાછળ કંઈકને કંઈક વૈજ્ઞાનિક કારણ તો હોય જ છે. આપણને હંમેશા એવો પ્રશ્ન થતો હશે જેમ કે, કાચિંડો પોતાના રંગો કઈ રીતે બદલે છે ?, ગાયનું દૂધ આછુ પીળુ કેમ હોય છે ? વગેરે. તો આવી અવનવી વાતો અને ફેક્ટસ લઈને અમે આવ્યા છીએ, આશા છે કે આ વાંચીને તમને ઘણુ જાણવા મળશે.

Science fact in gujarati | science based facts

 1. કાચિંડો પોતાનો રંગ એટલા માટે બદલે છે, કારણ કે તેના શરીરમાં પ્રકાશને પરીવર્તન કરવા માટેનું એક વિશેષ ક્રિસ્ટલ આવેલુ હોય છે. જેમાં કાચિંડો તેની ચામડીને કઠણથી પકડીને ફરી પાછી ઢીલી છોડીને પ્રકાશનાં કિરણોને નેનો ક્રિસ્ટલમાં એવી રીતે પરાવર્તિત કરે છે, જેના લીધે તે એક નવા રંગમાં દેખાઈ આવે છે.
 2. ‘પ્લૂટો’ ગ્રહનું નામ ઈંગ્લેન્ડની એક 11 વર્ષની નાની છોકરી પરથી રાખવામાં આવ્યુ હતુ.
 3. ઓક્સિજનની શોધ જોસેફ પેરેસ્ટલીએ કરી હતી.
 4. વૈજ્ઞાનિકોએ એક એવો સ્પ્રે પેઈન્ટ વિક્સાવ્યો છે, જે કોઈ પણ સપાટીને ટચ સ્ક્રીનમાં પરિવર્તિત કરે છે. સ્પ્રેમાં કણો હોય છે, જે વીજળીનું સંચાલન કરે છે, તે પ્રક્રિયાને ‘ઈલેક્ટ્રિક ફિલ્ડ ટોમોગ્રાફી’ કહેવામાં આવે છે.
 5. મોરનું વૈજ્ઞાનિક નામ પાવો ક્રિસ્ટેસ છે.
 6. આમોડિલો એક એવો જીવ છે, જેની ચામડી વોટરપ્રુફ હોય છે.
 7. બેભાન કરવા માટે ઝેનોન નામનો ગેસ ઉપયોગ કરવામાં આવે છે.
 8. આકાશમાં વીજળી ચમકવાથી નાઈટ્રીક ઓક્સાઈડ નામનો ગેસ ઉત્પન્ન થાય છે.
 9. લિટમસ પેપર રોસેલા નામના લાઈકેનમાંથી પ્રાપ્ત થાય છે.
 10. ક્લોરેલા નામના શેવાળનો ઉપયોગ અવકાશયાત્રીઓ ખોરાક તરીકે કરે છે.
 11. ફળોને કૃત્રિમ રીતે પકવવા માટે એસીટિલિનનો ઉપયોગ કરવામાં આવે છે.
 12. ટ્રાન્સપેરેન્ટ સાબુ બનાવવા માટે ગ્લિસરીનનો ઉપયોગ કરવામાં આવે છે.
 13. ઓક્ટોપસને બે હ્રદય હોય છે.
 14. કેપ્સુલ ટેબલેટનું આવરણ સ્ટાર્ચથી બનેલુ હોય છે.
 15. યુરેનિયમને ‘મેટલ ઓફ હોપ’ કહેવામાં આવે છે.
 16. પોલીગ્રાફ એ જૂઠાણા(ખોટી વાત)ને પકડવાનું યંત્ર છે.
 17. ઉંઘ દરમિયાન આપણુ મન એક એવુ રસાયણ છોડે છે, જેના લીધે આપણુ આખુ શરીર પેરેલાઈઝ થઈ જાય છે. જેથી કરીને આપણે સપના જોતી વખતે સાચીને કંઈક કરી ન બેસીએ.
 18. ICU નું પુરૂ નામ ઈન્ટેંસીવ કેર યુનિટ છે.
 19. નેત્રદાનમાં માત્ર આંખનો રેટીનાનો ભાગ જ લેવામાં આવે છે.
 20. બ્લુ વ્હેલની જીભનું વજન એક હાથી જેટલુ હોય છે.
 21. બ્લડગ્રુપની શોધ લેન્ડ સ્ટીનર નામના વૈજ્ઞાનિકે કરી હતી.
 22. મનુષ્યની આંખો 576 મેગા પિક્સલની હોય છે.
 23. ટ્યુબલાઈટમાં મર્ક્યુરિક ઓક્સાઈડ અને ઓર્ગન ગેસ હોય છે.
 24. અવકાશમાં જનાર સૌ પ્રથમ પ્રાણી એક કૂતરી હતી.
 25. હાઈડ્રોજન ને સૌથી હલકો (હળવો) વાયુ માનવામાં આવે છે.
 26. ઈંડાની છાલ કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય છે.
 27. પ્રથમ વિશ્વયુદ્ધમાં ક્લોરિન ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
 28. લોગેરિધમની શોધ જોન નેપિયરે કરી હતી.
 29. સેરીકલ્ચરમાં રેશમના કીડાનો અભ્યાસ કરવામાં આવે છે.
 30. ચશ્માની શોધ બેન્જામીન ફ્રેન્ક્લિન નામના વૈજ્ઞાનિકે કરી હતી.
 31. ફોનેટિક્સમાં વાણી કઈ રીતે ઉત્પન્ન થાય એનો અભ્યાસ કરવામાં આવે છે.
 32. કપડામાં પડેલ શાહી (ઈંક) નો દાગ હટાવવા માટે ઓક્સેલિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે.
 33. મનુષ્યમાં વૃદ્ધાવસ્થા તેમનામાં રહેલી થાઈમસગ્રંથીને કારણે આવે છે.
 34. વેફરના પેકેટમાં નાઈટ્રોજન ગેસ ભરવામાં આવે છે.
 35. ચોકલેટ માણસજાતની સૌથી વધુ ભાવતી પ્રિય વસ્તુ છે, પરંતુ ભૂલેચુકે જો બિલાડીને ખવડાવવામાં આવે તો, તેનુ ત્યારે ને ત્યારે મૃત્યુ થઈ જાય છે.
 36. બિલાડીની આંખો અંધારામાં ચમકે છે.
 37. સિંહની ત્રાડ 9 થી 10 કિલોમીટર સુધી સંભળાઈ શકે છે.
 38. માણસની જેમ બિલાડી અને કૂતરા પણ હાથની બાબતમાં ડાબોડી કે જમોણી હોય છે.
 39. હાથીના કાન જેટલા મોટા હોય છે, તેટલી જ એની સાંભળવાની ક્ષમતા ઘણી ઓછી હોય છે.
 40.  ધુણવુ એ ખરેખર એક પઝેસિવ સિમ્પટમ્સ અથવા તો બાયપોલાર મૂડ ડિસઓર્ડર નામની માનસિક બિમારી છે.
 41. નેઈલ પોલિશ રીમુવરમાં એસિટોનનો ઉપયોગ કરવામાં આવે છે.
 42.  કપાસને સફેદ સોનું કહેવામાં આવે છે.
 43.  ગાયનું દૂધ આછુ પીળુ તેનામાં રહેલા કેરોટીન નામના તત્વને લીધે હોય છે.
 44.  લિગ્નાઈટને ભૂરો કોલસો તરીકે ઓળખવામાં આવે છે.
 45. કીડીના ડંખમાં ફોર્મિક એસિડ આવેલુ હોય છે.
 46. નાઈટ્રસ ઓક્સાઈડને હસવા માટેનો એટલે કે લાફ્ટર ગેસ કહેવામાં આવે છે.
 47.  સલ્ફ્યુરિક એસિડને રસાયણોનો સમ્રાટ કહેવામાં આવે છે.
 48.  ઈલેક્ટ્રિક હીટરના તાર નાઈક્રોમના બનેલા હોય છે.
 49. આંખમાંથી આંસુ લેક્રિમલ ગ્રંથીને કારણે આવે છે.
 50. હળદરનો રંગ પીળો તેનામાં રહેલા કર્ક્યુમિનને કારણે હોય છે.     

તો આ હતી, વિજ્ઞાનની અવનવી બાબતો. સૃષ્ટિની દરેક ઘટનામાં, વાતારવણમાં ક્યાંકને ક્યાંક વિજ્ઞાન પોતાનો ફાળો ભજવે છે. વિજ્ઞાન એટલે વિશ્વનું જ્ઞાન. આશા છે કે આ માહિતી તમારા શૈક્ષણિક ભવિષ્યમાં કામ લાગશે. આવી અવનવી માહિતીસભર પોસ્ટ સાથે ફરી પાછા ઉપસ્થિત થશુ. ત્યાં સુધી અમારી પોસ્ટ વાંચતા રહો, લાઈક કરતા રહો અને અમને સબ્સ્ક્રાઈબ કરો.