World Amazing Facts | Amazing Facts Gujarati

આજે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યા છીએ, દુનિયાની અમુક રોચક બાબતો કે ઘટનાઓ જે તમને અચંબિત કરી દેશે. આ બાબતો ઈતિહાસ, વિજ્ઞાન, ભાષા-સાહિત્ય, સામાન્ય જ્ઞાન, દેશ-વિદેશ વગેરે જેવા વિષયોને આવરી લે છે. દરેક દેશનો પોતાનો આગવો અને અનોખો ઈતિહાસ, સંસ્કૃતિ, માણસો, પ્રાણીજીવો છે.  અમે અહીં 100 જેટલા વર્લ્ડ અમેઝિંગ ફેક્ટ્સ વાક્યના રૂપમાં લખ્યા છે, જે તમને તમારા શૈક્ષણિક કારકિર્દીમાં જરૂર કામ લાગશે અને તમારુ જનરલ નોલેજ વધશે. અમે અહીં વર્લ્ડ અમેઝિંગ ફેક્ટ્સ ગુજરાતી ભાષામાં રજૂ કરેલા છે. આશા છે કે તમે આ ફેક્ટ્સ પસંદ કરશો અને વાંચશો તેમજ મિત્રો જોડે શેર કરશો.  

World Amazing Facts | Amazing Facts Gujarati

 1. ડાયનાસોરના અવશેષો મળી આવ્યુ હોય એવુ એક માત્ર શહેર ગુજરાતનું બાલાસિનોર છે.
 2. બિરબલનું મૂળ નામ મહેશદાસ ભટ્ટ હતુ.
 3. વૈટીકન સિટી એ દુનિયાનો સૌથી નાનો દેશ છે.
 4. ‘હુમાયુનામા’ નામનું પુસ્તક હુમાયુની બહેન ગુલબદન બેગમે લખ્યુ હતુ.
 5. દિલ્હી પહેલા ભારતની રાજધાની કલકત્તા હતી.
 6. વિશ્વમાં કુલ 2796 માન્ય ભાષાઓ બોલાય છે.
 7. ન્યૂયોર્ક શહેરનું ઉપનામ ‘બિગ એપલ’ છે.
 8. પનોતીને અંગ્રેજીમાં Schlimazel કહે છે.
 9. સંસ્કારને અંગ્રેજીમાં Sacraments કહે છે.
 10. ભારતના દેવાસ, મૈસુર, નાસિક અને સાલબોની શહેરોમાં ચલણી નોટો છપાય છે.
 11. પ્રાચીનકાળમાં ગોવાને ગોમાંચલ, ગોપકટ્ટમ, ગોપપુરી, ગોવાપુરી અને ગોમાંતુર જેવા નામોથી ઓળખવામાં આવે છે.
 12. ટીપુ સુલ્તાનને એના સમયમાં ‘રોકેટ ઈન્જિનીયર’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.  
 13. દુનિયાનું સૌથી તીખુ મરચું ‘કેરોલીના રિપર’ છે.
 14. કલકત્તાની સુપ્રસિદ્ધ મિઠાઈ ‘રસગુલ્લા’ ની શોધ નોબિન ચંદ્રદાસ નામના વ્યક્તિએ 1868 માં કરી હતી.
 15. નામ્બિયા એક એવી જગ્યા છે જ્યાં રણ દરિયાને મળે છે.
 16. વિશ્વ પ્રખ્યાત ‘ગલ્ફ ઓફ અલાસ્કા’ માં બે સમુદ્રો મળે જરૂર છે, પણ મિક્સ નહી થતા.
 17. હેશટેગ  (#) ના સિમ્બોલને મૂળભૂત રીતે ‘ઓક્ટોથોપ’ તરીકે ઓળખવામાં આવે છે.
 18. વકીલોને કાળા કોટ પહેરવાની પરંપરા ઈંગ્લેન્ડથી શરૂ થઈ હતી.
 19. ભારતીય જનતા પાર્ટી (ભાજપા) ની સ્થાપના લાલકૃષ્ણ અડવાણી, ભૈરોસિંહ શેખાવત અને અટલ બિહારી વાજપેઈ દ્વારા કરવામાં આવી હતી.
 20. સ્ટેચ્યુ ઓફ યુનિટીની ડિઝાઈન ગુજરાતના રામ સુથાર નામના વ્યક્તિએ તૈયાર કરી હતી. તેમને પદ્મશ્રી અને પદ્મવિભૂષણ પણ મળેલ છે.
 21.  સ્વાતંત્ર્ય દિવસે ‘ધ્વજારોહણ’ કરવામાં આવે છે, જ્યારે પ્રજાસત્તાક દિવસે ‘ઝંડો ફરકાવવામાં’ આવે છે.
 22. પૃથ્વીરાજ ચૌહાણ એ ભારતની ભૂમી પર શાસન કરવાવાળા છેલ્લા હિંદુ શાસક હતા, ત્યારપછી મોગલો આવી ગયા હતા.
 23. ભારતનું બંધારણ શ્રી શ્યામ બિહારી રાયજદા દ્વારા લખવામાં આવ્યુ હતુ.
 24. મુંબઈ સ્થિત ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ ની ડિઝાઈન ‘જ્યોર્જ વિત્ત’ નામના વ્યક્તિએ તૈયાર કરી હતી.
 25. ભગવાન શિવજીનો ‘મહામૃત્યુંજય મંત્ર’ તેના ડમરૂના સ્વરમાંથી ઉત્પન્ન થતો હતો.
 26. વિશાખાપટ્ટ્નમ એક એવી જગ્યા છે જ્યાં મંદિર, મસ્જિદ અને ચર્ચ એક જ જગ્યા પર આવેલા છે.
 27. ઈમામ હુસૈનના ઘોડાનું નામ દુંદુલ હતુ.
 28. વાયોલીનના તાર સફેદ ઘોડાની પૂંછડીના વાળમાંથી બનાવવામાં આવે છે.
 29. ઓરીયો બિસ્કીટની આઈકોનીક ડિઝાઈન બનતા 4 વર્ષ જેટલો સમય લાગ્યો હતો.
 30. મેગ્સેસે પુરસ્કાર મેળવવા વાળા પ્રથમ ભારતીય ‘વિનોબા ભાવે’ હતા.
 31. ભારતનું એકમાત્ર તરતી પોસ્ટ ઓફીસ, જમ્મુ કાશ્મીરના દલ સરોવર પર આવેલ છે.
 32. વિરેન્દ્ર સેહવાગને ‘મુલતાનના સુલતાન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 33. વિશ્વ પ્રસિદ્ધ એક માત્ર પક્ષી જટાયુની વિશાળ પ્રતિમા કેરલ રાજ્યમાં આવેલી છે.
 34. સ્કોટલેન્ડને ‘કેક’ નો દેશ પણ કહેવામાં આવે છે.
 35. JIO નું પૂરું નામ Joint Implementation Opportunity છે.
 36. ચીન, ઈરાન અને ઉત્તર કોરીયામાં Youtube વાપરવા પર પ્રતિબંધ છે.
 37. વિશ્વનું સૌથી ઊંચુ અને સક્રીય જ્વાળામુખી ‘ઓઝોલ ડેલ સલાડો’ છે.
 38. શ્રી રામ ભગવાને સ્વયંવરમાં જે ધનૂષ તોડ્યુહતુ, તેનું નામ ‘પિનાક’ હતું.
 39. દુનિયાનું સૌપ્રથમ અન્ડરવોટર ટેનિસકોર્ટ દુબઈમાં બનાવવામાં આવ્યુ.
 40. મેઘાલયની ઉમંગોટ નદી સૌથી સ્વચ્છ છે.
 41. રામાયણ મુજબ, રામસેતુ બાંધતાં 5 દિવસ જેટલો સમય લાગ્યો હતો.
 42. સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ની મૂર્તિ એ સ્ત્રીની છે, પુરૂષની નથી. મૂર્તિકારે પોતાની માતાના ચહેરા પરથી મૂર્તિ બનાવી હતી.
 43. બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત ‘આમારસોનાર બાંગ્લા’ ના રચયિતા કવિવર રવિન્દ્રનાથ ટાગોર હતા.
 44. તાત્યા ટોપેનું વાસ્તવિક નામ રામચંદ્ર પાંડુરંગ યેવલકર હતુ.
 45. કિવી દુનિયાનું એકમાત્ર પક્ષી છે, જેને પાંખો નથી હોતી.
 46. હૈદ્રાબાદના ચાર મિનારનું નિર્માણ પ્લેટ ઉન્મૂલન નામના વ્યક્તિની યાદમાં કરવામાં આવ્યુ હતુ.
 47.  એશિયાની સૌથી મોટી મસાલા માર્કેટ દિલ્હીમાં આવેલ છે, જેનું નામ ‘ખારી બાવલી માર્ગ’ છે.
 48.  ઓસ્મિયમ વજનમાં સૌથી ભારે ધાતુ છે.
 49. તમિલનાડુમાં ભારતનું સૌપ્રથમ ચોકલેટ મ્યુઝિયમ ખોલવામાં આવ્યુ છે.
 50.  ઓઝોન ગેસને લીધે ચાંદી કાળુ પડી જાય છે.
 51.  નાસાના મત અનુસાર, ભારતમાં યોજાનાર કુંભમેળાને અંતરીક્ષ પરથી પણ જોઈ શકાય છે.
 52.  ગ્રેટ વોલ ઓફ ચાઈના એમ ગ્રેટ વોલ ઓફ ઈન્ડિયા રાજસ્થાનમાં આવેલ કુંભલગઢની દિવાલો છે. દુનિયામાં ચીન પછીની બીજા નંબરની ઊંચી દિવાલો આ કિલ્લાની છે.
 53.  વૈષ્ણવદેવી મંદિરનો દરબાર ત્રિકૂટ પર્વત પર આવેલ છે.
 54.  ગાલમાં ખાડા પડવાનું કારણ ગાલમાં માંસપેશીઓનો વિકાસ સરખી રીતે ન થયો હોય તે છે.
 55.  દુનિયાનું સૌથી લાંબુ વૃક્ષ યુકેલિપ્ટ્સ ઓસ્ટ્રેલીયામાં આવેલ છે.
 56.  વિશ્વનું સૌથી રહસ્યમય પુસ્તક “વિયોનિક હસ્તપ્રત” છે. 240 પેજના આ પુસ્તકને આજ સુધી કોઈ સંપૂર્ણપણે વાંચી નથી શક્યુ.
 57.  વિશ્વનો સૌથી વજનવાળો પોપટ કકાપો છે. એનું વજન એક બિલાડી જેટલુ હોય છે. આ પોપટ તેના વજનને કારણે ઊડી નથી શક્તુ.
 58.  ઓસ્કર એવોર્ડમાં વિજેતા સિવાયના નોમીનીઝ થયેલા લોકોને $ 50,000 ની રકમ કોન્સોલેશન પ્રાઈઝ તરીકે આપવામાં આવે છે.
 59.  કોટા રાણી એ કાશ્મીરના સૌથી છેલ્લા મહારાણી હતા.
 60.  આનંદીબાઈ જોશી એ ભારતના સૌપ્રથમ મહિલા ડૉક્ટર હતા.
 61.  વિશ્વનો સૌથી મોટો અને ઊંડો સમુદ્ર પ્રશાંત મહાસાગર એટલે કે પેસેફીક ઓશન છે.
 62.  આપણું સૂર્યમંડળ દુગ્ધમેખલા નામની સર્પાકાર આકાશંગંગામાં આવેલ છે.
 63.  એફીલ ટાવરનું વજન 10,100 ટન જેટલું છે.
 64.  મુગલ સમ્રાટ અક્બરના દરબારમાં નવ રત્નો પૈકી : રાજા બિરબલ, મીયાં તાનસેન, અબુલ ફઝલ, ફૈઝી, રાજા માનસિંહ, રાજા ટોડરમલ, મુલ્લા દો પ્યાઝા, ફકીર અજ્જુદ્દીન, અબ્દુલ રહીમ ખાનખાના હતા.
 65.  બૃહદેશ્વર મહાદેવના મંદિરનો પડછાયો ક્યારેય જમીન પર પડતો નથી.
 66.  અંજીરને દુનિયાનું સૌથી મધુર (ગળ્યુ) ફળ માનવામાં આવે છે.
 67.  જ્યોર્જિયામાં વ્હાઈટ અને બ્લેક નદી મળી છે, પરંતુ મિક્સ નથી થતી.
 68.  ગોલ્ફના દડા પર 336 ટપકાંઓ આવેલા હોય છે.
 69.  સેલ્યુલસ નિકેટરના કહેવાથી, ચંદ્રગુપ્તના દરબારમાં મેગ્સ્થનીસ રાજદૂત બનીને આવ્યો હતો.
 70.  ભારતનું સૌપ્રથમ ડીજીટલ ગામ ગુજરાતના સાબરકાંઠા જિલ્લાનું આકોદરા ગામ બન્યુ.
 71.  જૂનાગઢમાં આવેલ ગિરનાર પર્વત હિમાલય કરતા પણ જૂનો છે.
 72.  મહર્ષી ભારદ્વાજે અલગ અલગ પ્રકારના કિરણોની શોધ કરી હતી, જેનો ઉલ્લેખ તેમણે તેમના ગ્રંથ ‘યંત્ર સર્વસ્વમ’ માં કરેલ છે.
 73.  કવિવર રવિન્દ્રનાથ ટાગોરને ‘બાર્ડ્ઝ ઓફ બેંગાલ’ એટલે કે બંગાળી બારોટ/ચારણ તરીકે પણ ઓળખવામાં આવે છે.
 74.  મનાલીનું નામ રાજા મનુ પરથી પડેલ છે.
 75.  ઘોડો ઉભા ઉભા પણ સૂઈ શકે છે.
 76.  ઈસુ ખ્રિસ્તના મધર મેરીનો ઉલ્લેખ ખુરાનમાં ‘મરીયમ’ તરીકે છે.
 77.  લિઓનાર્દો-દ-વિન્ચી એમના જીવનકાળ દરમિયાન ક્યારેય શાળાએ નહોતા ગયા. તેઓએ ઘરે જ શિક્ષા લીધી હતી.
 78.  રાવણહથ્થો સંગીતવાદ્ય એ રાવણ દ્વારા ભગવાન શિવની આરાધના માટે બનાવવામાં આવ્યુ હતુ.
 79.  ગુજરાતમાં આવેલા રૂદ્રમહાલયને ગુજરાતની પ્રથમ બહુમાળી ઈમારત તરીકે ઓળખવામાં આવતુ હતુ.
 80.  પાવાગઢ ડુંગર પર માચી નામની જગ્યાએ ‘દૂધીયુ, તેલયુ અને છાસિયુ’ તળાવ આવેલુ છે.
 81.  મોરબીમાં આવેલ ‘મણી મંદિર’ નું નિર્માણ વાઘજી ઠાકોરે તેમની પત્નીની યાદમાં કરાવ્યુ હતુ. તેમને ‘સૌરાષ્ટ્રના શાહજહાં’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા.     
 82.  ડાક્પ્રથા અક્બરના શાસનકાળ દરમિયાન શરૂ થઈ હતી.
 83.  બેંગ્કોકના સુવર્ણભૂમિ એરપોર્ટમાં સમુદ્રમંથનની ઘટનાની પ્રતિમા આવેલ છે, જેમાં ભગવાન વિષ્ણુ પણ છે.
 84.  ‘સારે જહાં સે અચ્છાં’ ગીતના લેખક મોહમ્મદ ઈકબાલ હતા.
 85.  કીડીના શરીરમાં ફેફ્સા ન હોવાથી, તે તેના શરીરમાં આવેલા છિદ્રો વડે શ્વાસ લે છે.
 86.  કિશનગઢની ‘બની ઠની’ ચિત્રશૈલીને ‘ભારતની મોનાલિસા’ કહેવામાં આવે છે.
 87.  ધનુષકોડી એ ભારતનો અંતિમ રોડમાર્ગ છે, જે રામેશ્વરમાં આવેલ છે.
 88.  ભારતનું છેલ્લું ગામડું ‘માણા’ છે.
 89.  એકમાત્ર નેપાળ દેશનો રાષ્ટ્રધ્વજ લંબચોરસ આકારનો નથી.
 90. ભારતમાતાનું પહેલું ચિત્ર વર્ષ – 1905 માં અવનીંદ્રનાથ ટાગોરે બનાવ્યુ હતુ.
 91.  સાઉદી અરેબિયામાં એક પણ નદી આવેલ નથી.
 92.  ($) ડોલર ચિહ્નની શરૂઆત ચલણ તરીકે વર્ષ – 1788 માં થઈ હતી.
 93.  મંગળ ગ્રહ પર સૂર્યાસ્ત વાદળી રંગનો હોય છે.
 94. ભારતનો રાષ્ટ્રપતિ ભવન વિશ્વનો ત્રીજા નંબરનો સૌથી મોટો રાષ્ટ્રભવન છે.
 95.  વર્ષ – 1811 માં ભારીમાત્રામાં ભવંડર આવવાને કારણે ઉત્તર અમેરિકાની મિસીસીપી નદે ઉલ્ટી દિશામાં વહેવા માંડી હતી.
 96.  આજ સુધી વૈજ્ઞાનિકો ડાયનાસોર ક્યા રંગના હતા એ નથી કહી શક્યા.
 97.  હિંદ મહાસાગર એ ધરતી પરનો સૌથી ગરમ મહાસાગર છે.
 98.   ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની બુકમાં સૌથી વધુ રેકોર્ડ બનાવવાની સૂચિમાં ભારત દેશ ત્રીજા ક્રમે છે.
 99. ભારતના લદાખને ઠંડુ રણ કહેવામાં આવે છે.
 100.  ભારતમાં આવેલ નવાપુર રેલ્વે સ્ટેશન એકમાત્ર એવુ સ્ટેશન છે, જેનો એક ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે, અને બીજો ગુજરાતમાં આવેલો છે.    

તો આ હતા ગુજરાતીમાં 100 વર્લ્ડ અમેઝિંગ ફેક્ટ્સ. આશા છે કે તમને બધાને આ ઉપયોગી થાય અને તમારા સામાન્ય જ્ઞાનમાં વધારો કરે.

amazing facts about world | amazing facts about history | world best amazing facts | amazing facts about India | amazing facts daily | amazing facts do you know | amazing facts easy | amazing facts education | amazing facts for students | amazing facts general knowledge    

2 comments

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s