Who was Laughing Buddha ?|Laughing Buddha history

આજે આપણે વાત કરવાની છે પ્રખ્યાત અને ફની ફેંગ્શુઈ/લકી ચાર્મ એવા લાફીંગ બુદ્ધા એટલે કે હસતા બુદ્ધ ભગવાનની. હમણા ઘણા સમયથી લાફીંગ બુદ્ધાને ભેટ તરીકે આપવાનું બહુ ચર્ચામાં આવ્યુ છે. આપણા હિંદુ ધર્મમાં જેમ સાથિયો, લક્ષ્મીજીના પગલા, હાથીની જોડ, પીરામીડ, શ્રીયંત્ર વગેરે શુકનવંતી વસ્તુઓ/ફેંગ્શુઈ છે, તેવી જ રીતે આ લાફીંગ બુદ્ધા પણ ચાઈનીઝ અને જાપાનીઝ ધર્મની શુકનવંતી વસ્તુ એટલે કે ફેંગ્શુઈ છે. લાફીંગ બુદ્ધા સામાન્ય રીતે તમને ઓફીસ કે ઘરમાં વધારે જોવા મળશે. તો વધુ સમય વેસ્ટ ન કરતા, ચાલો જાણીએ કે આ લાફીંગ બુદ્ધા કોણ છે ? કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા ? ક્યાંના છે અને શું કામ એને લકીચાર્મ /ફેંગ્શુઈ તરીકે સ્થાન મળ્યુ ? એના વિશે જાણીએ.

Who was Laughing Buddha ?|Laughing Buddha history

પરીચય:- પહેલા આપણે એનો પરીચય લઈશું. લાફીંગ બુદ્ધાનું અસલી નામ હોતેઈ/પુતાન હતુ. તેમને ચીન અને જાપાન બન્નેના ધર્મમાં અલગ અલગ નામથી પૂજવામાં આવે છે. તેમને પરંપરાગત રીતે એક સરળ ઝભ્ભો પહેરેલા, ચરબીયુક્ત ફાંદ (મોટા પેટ) વાળા એક ટાલ્ડુ (મુંડન વાળા) સાધુ તરીકે દર્શાવવામાં આવેલ છે. લાફીંગ બુદ્ધા હંમેશા પોતાની પાસે એક ભરેલો થેલો હાથમાં અને બીજો થેલો પીઠ પાછળ લટકાવીને રાખતા જેમાં તેઓ પૈસા, ભેટો, વસ્તુઓ વગેરે રાખતા અને દીન-દુ:ખીયાઓની મદદ કરતા. તેઓ એક વિચરતા સાધુ હોવાથી ગામોગામ અને શહેરેશહેર ફરતા રહેતા અને પોતાના થેલામાંથી બધી વસ્તુઓ કાઢીને જરૂરિયાતમંદ લોકોને આપતા. ખાસ કરીને તેઓ બાળકોમાં ખૂબ જ લોકપ્રિય હતા, તેઓ પોતાનું મોટુ પેટ થપથપાવીને બાળકોને ખડખડાટ હસાવતા અને એનુ મનોરંજન કરતા. ચાઈનીઝ સંસ્કૃતિમાં તેની આકૃતિને/મૂર્તિને સંતોષ અને વિપુલતા તેમજ શુભ પ્રતિક માનવામાં આવે છે. લાફીંગ બુદ્ધા તેમની દિવ્યદ્રષ્ટિથી ભવિષ્યમાં થનારી ઘટનાઓ તેમજ લોકોનું ભવિષ્ય જોઈ શક્તા હતા, માટે તે શહેરીજનોના આકર્ષણનું કારણ બન્યા હતા. તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકોને પોતાના હસતા એવા ખુશમીજાજ ચહેરા અને હાસ્ય વડે લોકોને ખુશ કરી દેતા હતા અને લોકોના દુ:ખ પણ દૂર થઈ જતા હતા. ગામોગામ વિચરતા હોવાથી લાફીંગ બુદ્ધાનું કોઈ સ્થિર સ્થાન કે આશ્રય નહોતો. તેઓ ઘણીવાર કોઈ જગ્યાએ બહાર ગમે ત્યાં સૂઈ જતા હતા. તેમનામાં રહેલી દિવ્ય રહસ્યમય શક્તિને કારણે તેઓને કડકડતી ધ્રુજાવનારી ઠંડી, સૂર્યનો પ્રખર તાપ તેમજ મુશળધાર વરસાદની કંઈ પણ અસર થતી નહોતી. આવી રીતે તેઓ ગામેગામ વિચરતા અને લોકોના દુ:ખ દૂર કરતા હતા.

ઈતિહાસ :- હવે આપણે વાત કરીશું કે આ હોતેઈ/પુતાન લાફીંગ બુદ્ધા કઈ રીતે બન્યા ?? એ. હોતેઈ એ ગૌતમ બુદ્ધના શિષ્યોમાંના એક હતા, જેઓ છેક જાપાનથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા તેમજ દિક્ષા લેવા આવ્યા હતા. તેમણે ઘણા સમય સુધી ગૌતમ બુદ્ધના સાનિધ્યમાં જ્ઞાન મેળવ્યુ અને એમણે દેખાડેલા માર્ગ પર ચાલ્યા. હવે એક દિવસ જ્યારે હોતેઈને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, ત્યારે તેઓ જોરજોરથી હસવા માંડે છે, ત્યારથી તેમના જીવનનો એક જ માત્ર ઉદેશ્ય રહ્યો છે કે, લોકોને હસાવવા. હોતેઈ જ્યાં પણ જતા ત્યાંના લોકોને ખૂબ જ હસાવતા, ત્યારથી તેઓ હસતા એવા બુદ્ધ એટલે કે લાફીંગ બુદ્ધા તરીકે ઓળખાવા માંડ્યા. લાફીંગ બુદ્ધા જે ગામ કે શહેરમાં જતા ત્યાંના લોકોના કષ્ટો દૂર થઈ જતા હતા, તેઓ બધા માટે લકી (શુભ) સાબિત થતા હતા. ધીમે ધીમે તેમના શિષ્યોની સંખ્યા વધવા માંડી અને તેઓ જાપાન , ચીન સિવાય અન્ય દેશોમાં પણ પ્રચલિત થયા.

ચીન દેશમાં લાફીંગ બુદ્ધાને ચીની દેવતા ‘પુતાઈ’ ના નામે ઓળખાતા હતા.  તેઓ એક એવા વિચરતા સાધુ હતા જેમને હરવુફરવુ, મોજમસ્તી કરવી ખૂબ જ ગમતી હતી. તેઓ જ્યાં પણ જતા ત્યાં લોકોને પોતાનું મોટુ પેટ થપથપાવીને ખૂબ જ હસાવતા હતા. તેમના આવવાથી લોકોના કષ્ટો દૂર થઈ જતા હતા અને લોકો પ્રસન્નચિત્ત થઈ જતા હતા, ત્યારથી ચીનના લોકો તેમને દેવતા તરીકે માનવા લાગ્યા. તેઓ પોતાના થેલામાંથી અવનવી વસ્તુઓ કાઢીને લોકોની મદદ કરતા અને બાળકો સાથે ખૂબ જ મોજમસ્તી કરતા. આવી રીતે તેઓ પોતાના હસમુખા ચહેરા વડે લોકોને હસાવતા અને લોકોના કષ્ટો દૂર કરતા હતા.

વિશેષ :- હવે આપણે લાફીંગ બુદ્ધાની પ્રતિમાને લગતી અમુક વિશેષ બાબતો વિશે ચર્ચા કરીશું. લાફીંગ બુદ્ધાની પ્રતિમાને સામાન્ય રીતે ઘર કે ઓફીસમાં રાખવામાં આવે છે અને તેને ઉપહાર તરીકે પણ આપવામાં આવે છે. આ પ્રતિમાને ઘરના પ્રવેશદ્વારની સામેની બાજુ રાખવી જોઈએ, જેથી કરીને ઘરમાં આવતા લોકોની નજર આ પ્રતિમા પર પડે. તમે એને ઘરના લીવીંગ રૂમ કે મહેમાન રૂમમાં તેમજ મંદિર જેવા પૂજનીય સ્થાનમાં પણ રાખી શકો છો. આ મૂર્તિને ક્યારેય જમીન પર ન રાખવી જોઈએ, હંમેશા તેને જમીનથી ત્રણ-ચાર ફૂટ ઉપર કોઈ કબાટ કે શો-કેસ પર રાખવી જોઈએ. ઓફીસમાં પણ તેને પ્રવેશદ્વારની સામે લોકોની નજરે ચઢે એમ સાફ સુથરી જગ્યા પર થોડીક ઉપર રાખવી જોઈએ.

લાફીંગ બુદ્ધાની મૂર્તિ ઘણા બધી મુદ્રામાં અને મટીરીયલ્સમાં જોવા મળે છે. તમારી જે સમસ્યા હોય, એ પ્રમાણેની લાફીંગ બુદ્ધાની મૂર્તિ ઘર કે ઓફિસમાં રાખવી જોઈએ. તો ચાલો જરા એની પર નજર નાખીએ.

  • ઘરમાં ખુશાલી તેમજ સમૃદ્ધિ લાવવા માતે હસતા એવા બુદ્ધ એટલે કે લાફીંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઈએ.
  • ઘરમાં ધનની વૃદ્ધિ તેમજ આવકના સાધનો વધારવા માટે હાથમાં તેમજ પીઠ પાછળ ભરેલા થેલા સાથેના લાફીંગ બુદ્ધા રાખવા જોઈએ. આવી મુદ્રાવાળી મૂર્તિ ઘરના મુખ્યદ્વારની સામે રાખવાથી ઘરનું અર્થતંત્ર સુચારુરૂપથી ચાલે છે અને આવકના નવા સાધનો પ્રાપ્ત થાય છે.
  • ભાગ્યવૃદ્ધિ માટે બન્ને હાથોથી ઉપરની તરફ કમંડળ ઉપાડેલા લાફીંગ બુદ્ધા રાખવા જોઈએ.   
  • જેમની નિર્ણયશક્તિ ઓછી હોય, એવા લોકોને ઘર કે ઓફિસમાં ધાતુની બનેલી લાફીંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઈએ. આની મદદથી વ્યક્તિમાં દ્રઢ નિર્ણય શક્તિ આવે છે, અને સાચા નિર્ણયો લઈ શકે છે.
  • ઘરમાં સુખશાંતિ જાળવી રાખવા માટે ધ્યાનમુદ્રામાં બેઠેલા લાફીંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઈએ. આવી મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરનું વાતાવરણ શાંતિમય તેમજ સુખી રહે છે.
  • સંતાનસુખથી વંચિત લોકોને સંતાન પ્રાપ્તિ માટે બાળકો સાથે રમતાં લાફીંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઈએ. કેમ કે તેઓને બાળકો સાથે ખૂબ જ લગાવ હતો.
  • ઓફીસ માટે હોડીમાં બિરાજેલા લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવી વધુ યોગ્ય ગણાય છે. ઓફિસમાં એ મૂર્તિને તેઓ હોડી સાથે અંદર આવતા હોય એવી દિશામાં રાખવા જોઈએ.
  • ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર હોય અથવા તો એની બિમારી  વિશે જાણવુ હોય, તો હાથમાં વોલુ લીધેલા લાફીંગ બુદ્ધાની મૂર્તિ રાખવી જોઈએ. વોલુ એ ચીની ધર્મનું પીળા રંગનું એક પવિત્ર ફળ છે. આ મૂર્તિને બિમાર વ્યક્તિના રૂમમાં તેનુ માથુ હોય એ બાજુ રાખવાથી, વ્યક્તિની બિમારી વિશે જાણી શકાય છે. 
  • તમને એવુ લાગે કે તમારા ઘરમાં કોઈએ તંત્રમંત્ર કે જાદુટોણા કર્યા છે, તેની અસરને દૂર કરવા માટે ડ્રેગન પર બેસેલા લાફીંગ બુદ્ધાની મૂર્તિ રાખી શકો છો.
  • કોઈને ભેટ કે ઉપહાર સ્વરૂપે સૂતેલા લાફીંગ બુદ્ધા આપી શકો છે. આનાથી મૂર્તિ લેનાર અને આપનાર બંનેને ફાયદો થાય છે, અને સમૃદ્ધિ તરફ લઈ જાય છે.

તો આ વાત હતી, હસતારમતા, મોજમસ્તી તેમજ લોકોનું ભલુ કરતા લાફીંગ બુદ્ધાની. એક એવા વિચરતા સાધુ જેમનો આત્મજ્ઞાન પછી જીવનમાં એક માત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો રહ્યો છે. હાથમાં થેલો લીધેલા ગામોગામ વિચરતા અને લોકોના દુ:ખ દુર કરતા અને બાળકોના દોસ્ત એવા હોતેઈ/પુતાન લાફીંગ બુદ્ધા તરીકે હંમેશ માટે અમર થઈ ગયા. એક દેવતા તરીકે એમની વિશાળ પ્રતિમા ચીન અને જાપાનમાં આવેલી છે. તેમજ એક મૂર્તિ તરીકે લોકોના દુ:ખ-દર્દ દૂર કરવા એક ફેંગ્શુઈ તરીકે સ્થાન પામેલ છે. ઓકે ફાઈન, તો આવતા અંકમાં ફરી મળીશુ એક નવા માહિતીસભર લેખ સાથે, ત્યાં સુધી વાંચતા રહો અને માહિતી શેર કરતા રહો.

Click on Below mentioned link to download the soft copy of this article. :

laughing buddha story | laughing buddha benefits | laughing buddha gujarati | laughing buddha india | laughing buddha for office | laughing buddha for wealth | laughing buddha indicates | laughing buddha kya hai ? | laughing buddha fengshui | laughing buddha for money | laughing buddha meaning | laughing buddha origin

One comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s