Who was Raja Ravi Verma ? | Raja Ravi Verma in Gujarati

આજે આપણે વાત કરીશું, દક્ષિણ ભારતનાં એક મહાન ચિત્રકારની. ભારત દેશના એકમાત્ર ચિત્રકાર જેમણે હિંદુ ધર્મના દેવી-દેવતાઓના સૌપ્રથમ ચિત્રો દોર્યા હતા એટલે કે તેઓનું વાસ્તવિક રૂપ ચિત્રમાં દર્શાવ્યુ હતું. રાજા – મહારાજાઓ પણ પોતાના પોર્ટ્રેટ બનાવવા માટે આ ચિત્રકાર પાસે લાઈનમાં ઉભા રહેતા હતા. અત્યારે તમે જે કંઈ ઐતિહાસિક પૌરાણિક પાત્રોના ચિત્રો જુઓ છો, એ રાજા રવિ વર્માની જ દેન છે. તેમણે વિદેશની ઓઈલ પેઈન્ટિંગસને ભારતીય ઢબે બનાવવાનું શરૂ કર્યુ હતુ, અને આજ સુધી દેશમાં રાજા રવિ વર્માના ચિત્રોની જેમ કોઈ જ બનાવી શક્યુ નથી. તો ચાલો જાણીએ, રાજા રવિ વર્માના જીવન, કારકિર્દી અને સિદ્ધીઓ વિશે.   

Who was Raja Ravi Verma ? | Raja Ravi Verma in Gujarati

પરિચય :- રાજા રવિ વર્મા દક્ષિણ ભારતના મલયાલમી ચિત્રકાર હતા. તેમનો જન્મ 29 એપ્રિલ, 1848ના રોજ કેરલના ત્રિવિણકોરમાં થયો હતો. તેમના પિતાનું નામ એઝુમાવીલ નીલકંઠન ભટ્ટીત્રીપદ અને માતાનું નામ ઉમાયંબા થંપુરાતી હતુ. માતા ઉમાયંબા ત્રિવિણકોર રાજ્યના બોરોનીયલ રાજવંશમાંથી આવતા જેનો પરિવાર ત્યાંના કિલીમન્નુર ફ્યુડલ પર રાજ કરતાં હતાં. તેઓ માતા અને ગૃહિણીની સાથે સાથે કવિયીત્રી પણ હતા. તેમની લેખનકળા ઉત્કૃષ્ટ પ્રકારની હતી, તેમણે ‘પાર્વતી સ્વયંવર’ નામની કૃતિની રચના કરી હતી. આ કૃતિ રાજા રવિ વર્મા દ્વારા માતાના મૃત્યુ પછી પ્રકાશિત કરવામાં આવી હતી. રાજા રવિ વર્માના પિતા સંસ્કૃત અને આયુર્વેદના વિદ્વાન હતાં. તેઓ કેરલના એર્નાકુલમ જિલ્લાના હતા. રાજા રવિ વર્માના એ લોકો ત્રણ ભાઈ અને એક બહેન હતા, જેમાં અનુક્રમે રાજા રવિ વર્મા, ગોદા વર્મા, રાજા વર્મા અને બહેનનું નામ મંગલા બાઈ હતુ. નાના ભાઈ રાજા વર્મા એ છેક સુધી રવિ વર્મા સાથે ચિત્રકારનું કામ કર્યુ હતુ. અને એમની પત્નીનું નામ ભાગીરથીબાઈ હતું. તેઓ પણ ત્રિવિણકોરના મવેલીક્કરાના રોયલ ફેમિલીમાંથી આવતા હતા.

કારકિર્દી :- રાજા રવિ વર્માને બાળપણથી જ ચિત્રકલાનો શોખ હતો. એમના કાકા ચિત્રકાર હતા, એટલે રાજા રવિ વર્મા હંમેશા કાકાની સાથે જ રહેતા. 14 વર્ષની ઉંમરે કાકાએ રાજા રવિ વર્માની ચિત્રકલાની કુશળતાને ઓળખીને તેને ત્રિવિણકોરના રાજ દરબારાના ચિત્રકાર રામાસ્વામી નાયડુ પાસે લઈ ગયા. રામાસ્વામી નાયડુ એ તે સમયનાં વોટરકલર પેઈન્ટિંગ્સના પ્રખ્યાત ચિત્રકાર હતા. રવિ વર્માએ રામાસ્વામી નાયડુ પાસે વોટરકલર પેઈન્ટિંગ્સ શીખ્યા અને તેમાં પારંગત થયા. આ જ સમયગાળામાં યુરોપીયન શૈલીનો ઓઈલ પેઈન્ટિંગ્સનો કન્સેપ્ટ પણ હતો. રવિ વર્માએ ઈંગ્લેન્ડથી આવેલા થીઓડોર જોન્સન પાસેથી ઓઈલ પેઈન્ટિંગ્સ સીખ્યા અને એમાં પણ મહારથી બન્યા. વળી, આ સમયમાં અંગ્રેજો પણ ત્યાં આવેલા હતા એટલે ઓઈલ પેઈન્ટિંગ્સ પ્રચલિત થયુ હતુ. ઓઈલ પેઈન્ટિંગ્સની સાથે સાથે તેઓ સારા એવા ઉત્કૃષ્ટ અને મંત્રમુગ્ધ કરી દે એવા પોર્ટ્રેટ પણ બનાવતા હતા. એ સમયમાં રાજા રવિ વર્મા એકમાત્ર ચિત્રકાર હતા, જેઓ પોર્ટ્રેટ બનાવતા હતા. પોર્ટ્રેટ બનાવવા માટે રાજા રવિ વર્મા પાસે રાજા – મહારાજાઓની લાઈનો લાગતી હતી, અને પોર્ટ્રેટ બનાવવા માટેની કિંમત અત્યારના કરોડો રૂપિયા જેટલી હતી. બહુ બધી પેઈન્ટિંગ્સ બનાવ્યા પછી રવિ વર્માએ વિચાર્ય કે મારે એવા વિષય પર ચિત્રો બનાવવા છે, જે આજ સુધી દેશમાં કોઈએ ન બનાવ્યા હોય. વિચારોના મનોમંથનમાં યાદ આવ્યુ કે, આપણા ભારત દેશનો આત્મા – પ્રાણ એ આપણા પૌરાણિક ગ્રંથો અને પુરાણોમાં રહેલો છે. માટે રવિ વર્મા ગ્રંથોના પૌરાણિક પાત્રોને ચિત્રમાં માનવીય રૂપમાં પરિવર્તીત  કરવાનું નક્કી કરે છે, એટલે કે પૌરાણિક ગ્રંથોના પાત્રોના ચિત્રો દોરવાનું નક્કી કરે છે. અત્યારે તમે જે માતા લક્ષ્મી અને સરસ્વતીના ચિત્રો જુઓ છો તે રાજા રવિ વર્મા દ્વારા જ દોરવામાં આવ્યા હતા. એમના પ્રખ્યાત ચિત્રોમાં માતા સરસ્વતી અને લક્ષ્મી, નાયર સમુદાયની સ્ત્રી, જટાયુ વધ, વિચારવિમર્શ કરતી સ્ત્રી, દુષ્યંત – શકુંતલા, અર્જુન – સુભદ્રા, ઈન્દ્રજીત વધ, રોમાંસ કરતાં કપલ, યશોદા – કૃષ્ણ, હંસ સાથે વાતો કરતી દમયંતી વગેરે. એમણે સ્ત્રી પાત્રો પર વધારે પેઈન્ટિંગ્સ કરેલી છે.

વિશેષ :- રાજા રવિ વર્મા ઈચ્છતા હતા કે એમની પેઈન્ટિંગ્સ સામાન્ય જનતા પણ ખરીદે માટે મુંબઈ માં એમણે આ પેઈન્ટિંગ્સની નકલ છાપવાનો પ્રેસ ખોલ્યો હતો. અને ત્યાં સિનેમા જગતના પિતા એવા દાદાસાહેબ ફાળકે પણ કામ કરતા હતા. એવુ કહેવામાં આવે છે કે આ પ્રેસ પછીથી ફાળકે સાહેબને ચલાવા માટે આપ્યો હતો. 56 વર્ષની ઉંમરે વર્ષ – 1904 માં રાજા રવિ વર્માને ‘કેસરી હિંદ’ નામના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા, જે અત્યારના ભારતરત્નની સમકક્ષનો ગણાતો. રાજા રવિ વર્માના નામની આગળ ‘રાજા’ નામ અંગ્રેજ ઓફીસરોએ તેમને માન આપવા માટે આપ્યુ હતુ. રાજા રવિ વર્માની જેટલી ખ્યાતી હતી, એટલો સંઘર્ષ પણ હતો. એમના વિરોધીઓ પણ હતા, તો પણ તેઓ દર વખતે આ બધાનો સામનો કરીને એક પ્રખર પ્રતિભા તરીકે સામે આવી જતા હતા. 2 ઓક્ટોબર, 1906ના રોજ રાજા રવિ વર્મા આ દુનિયામાંથી વિદાય લઈ લે છે. એમના ચિત્રો આજે પણ એમની યાદી રૂપે જીવતા છે, આજે તેમના ઘણા ખરા ચિત્રો વડોદરાનાં લક્ષ્મી વિલાસ પેલેસમાં રાખેલા છે. હજુ સુધી રાજા રવિ વર્માની તુલનાનું ચિત્ર કોઈ ચિત્રકાર નથી બનાવી શક્યા. આજે પણ દક્ષિણ ભારતમાં રાજા રવિ વર્માનાં માનમાં દર વર્ષે શ્રેષ્ઠ ચિત્રકારને ‘રાજા રવિ વર્મા પુરસ્કારમ્’ થી નવાજવામાં આવે છે.  

       હમણાં થોડાક દિવસો પહેલાં જ દક્ષિણ ભારતના ‘નામ’ ટ્રસ્ટ માટે ત્યાંની અભિનેત્રીઓએ રાજા રવિ વર્માની પેઈન્ટિંગ્સનું કેલેન્ડર ફોટોશુટ કર્યુ હતુ, એટલે કે રાજા રવિ વર્માની પેઈન્ટિંગ્સની જેમ આબેહુબ ફોટોશુટ કરાવ્યુ હતુ. કેલેન્ડર અને પેઈન્ટિંગ્સના ચિત્રો સરખા હોય તેમ.

       તો આ વાત હતી, દક્ષિણ ભારતના પ્રખ્યાત ચિત્રકાર રાજા રવિ વર્માની. જેમના ચિત્રોએ આપણા હિંદુ દેવી-દેવતાઓને એક નવી ઓળખ આપી તેમજ નારી સન્માનમાં નારીઓના સૌંદર્યને દર્શાવવા નારીઓના ચિત્રો દોર્યા.

raja ravi verma painting pdf | raja ravi verma biography | raja ravi verma born | raja ravi verma drawings | raja ravi verma early life | raja ravi verma in gujarati | raja ravi verma famous painter | raja ravi verma history | raja ravi verma goddess painting | raja ravi verma woman painting | raja ravi verma information in hindi | raja ravi verma information in gujarati | raja ravi verma ki jivani | raja ravi verma life history | raja ravi verma lithographs | raja ravi verma life story | raja ravi verma lady painting

 

download the below mentioned link…

Raja Ravi Verma’s Paintings

One comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s