Importance of Meditation | ધ્યાનનું મહત્વ

આજે અમે પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ, ધ્યાન એટલે શું ?, એ શું કામ કરવું જોઈએ ?, ક્યારે કરવું જોઈએ ?, એના ફાયદા, એમાં આવતી અડચણો, એનો હેતુ વગેરે. દરેક માણસ પોતાની જિંદગી શાંતીથી જીવવા ઈચ્છે છે, પરંતુ રોજબરોજની આ ભાગદોડવાળી જિંદગીમાં આ શક્ય નથી. આજનો માણસ કદાચ ભૌતિક રીતે બહારથી શાંત હશે, પરંતુ અંદરથી મનમાં એટલી જ અશાંતિથી ઘેરાયેલો હશે અને એ અશાંતિ ભગાડવા માટે કેટકેટલાય ઉપાય કરશે. ધ્યાન તો બધા જ કરતા હોય છે, પણ હકિકતમાં ધ્યાન શું છે ?, કેવી રીતે કરવું જોઈએ ?, ક્યારે કરવું જોઈએ ?, એનો હેતુ શું હોય છે ? વગેરે વિશે કોઈને ખ્યાલ નથી હોતો. તો ચાલો જાણીએ, યોગનાં મહત્વનાં અંગ ધ્યાન વિશે.

Importance of Meditation | ધ્યાનનું મહત્વ

સામાન્ય રીતે ધ્યાન એટલે લોકો એવુ વિચારતા હોય છે કે આંખો બંધ કરીને, પલાંઠી વાળીને ટટ્ટાર બેસવું એમ. હા, આ સાચુ હોય શકે. કેમ કે આ ધ્યાનની બાહ્ય અવસ્થા છે, પરંતુ મનની અવસ્થા કોઈને ખબર નથી હોતી. ધ્યાન માત્ર બાહ્યથી નહીં પરંતુ અંતરથી પણ કરવાનું હોય છે. ધ્યાનમાં શરીરતો માત્ર માધ્યમ છે સાચુ કામ તો મન, આત્મા, ઈન્દ્રિયો, ચેતન-અચેતન તત્વોનું હોય છે. કેટલાયને એ પણ ફરિયાદ હોય છે કે ધ્યાનમાં વધારે સમય નથી રહેવાતુ, કેમ કે આપણી એ આદત નથી હોતી. તો ચાલો ધ્યાન વિશે વિસ્તૃત માહિતી મેળવીએ.

ધ્યાન એટલે શું ?

ધ્યાન એ માત્ર મનની પ્રવૃત્તિ છે. એમાં આપણું મનોમય સ્વરૂપ જ ભાગ લેતું હોય છે. તમે ધ્યાન કરતી વખતે એકાગ્રતા કરી શકો છો, પણ એ માત્ર માનસિક એકાગ્રતા જ હોય છે. એમાં તમને માત્ર નિરવતા મળી શકે છે. ધ્યાન એ કશું જ નહીં પરંતુ આપણી અંદર રહેલા આત્માને ખોજવાનો, ભગવાન (પરમાત્મા) સાથે સંપર્ક સાધવાનો માર્ગ છે, જેનું માધ્યમ શરીર હોય છે. ધ્યાન એટલે ભગવાનની ચેતનાની અખંડ અનુભૂતિ. ભગવાન સાથેની એક્તા બનાઈ રાખવાનું એકમાત્ર માધ્યમ. ધ્યાન જે આપણા મનને પરમાત્મા તરફ દોરે છે. અને પરમશાંતિના માર્ગ તરફ દોરી જાય છે.

ધ્યાનનો હેતુ (શું કામ જરૂરી છે?) :-

આમ તો ધ્યાનના ઘણા બધા હેતુઓ હોય છે, પરંતુ મેઈન હેતુ તો આપણી અંદર રહેલા આપણા સાચા સ્વરૂપને શોધવાનું હોય છે. – આ એનો પ્રાથમિક હેતુ છે. બીજા હેતુઓ નીચે મુજબ છે :

– મુશ્કેલી શોધવા માટે/કોઈ જટીલ સમસ્યા શોધવા માટે.

– મનને એકાગ્ર કરવા માટે.

– મનને શાંત કરવા માટે.

– કાવ્ય, લેખન કે ચિત્ર વગેરેના સર્જન માટે.

– માનસિક શાંતિ તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે.

ધ્યાનનાં પ્રકાર :-

આમ તો ધ્યાનનાં ઘણા પ્રકારો જોવા મળે છે, અને એની અવસ્થાઓ પણ. અહીં આપણે રોજબરોજની જિંદગીમાં જે ઉપયોગી હોય તેની વાત કરીશું.

– નિરાકાર ધ્યાન :-

આ ધ્યાનમાં આપણે આંખો બંધ કરીને જોવાનું અને સાંભળવાનું હોય છે. અહીં બંધ આંખે અંધકારને જોવાનો હોય છે તેમજ આપણા અંતરઆત્માને નિહાળવાનો હોય છે. સાંભળવાનું એટલે આપણા અંતરાઆત્માની અંદર રહેલા સક્રીય અવાજ ૐ ને સાંભળવાનો હોય છે. સામાન્ય રીતે થાય છે એવુ કે ધ્યાન કરતી વખતે બાહ્ય અવાજો એટલે કે વાહનોનો અવાજ, માણસોની અવરજવર વગેરેની અસર એટલી બધી વધારે હોય છે કે આપણે હકીકતામાં જે આપણી અંદર રહેલો અવાજ છે એને સાંભળી શક્તા નથી. તો અહીં ધ્યાનમાં બાહ્ય આવરણોને ઈગ્નોર કરીને આપણી અંદર રહેલા દિવ્ય અવાજ અને દ્રશ્યને જાણવાનો હોય છે.

– આકાર ધ્યાન :-

આકાર ધ્યાન કલ્પનાઓ પર આધારિત છે. અહીં વ્યક્તિ એ ધ્યાન કરતી વખતે એવી કલ્પના કરવાની હોય છે કે હું કોઈ શાંત અને નિરવ જગ્યાએ ધ્યાન કરું છું. જેમ કે, લીલાછમ વૃક્ષની નીચે, કોઈ પહાડની ચોટી પર અથવા તો કોઈક પ્રાકૃતિક જગ્યા તેમજ એવી પણ કલ્પના કરી શકાય કે હું મારા પ્રભુની સમક્ષ ધ્યાન કરુ છું. શરૂઆતમાં આ પ્રકારનું ધ્યાન કરવામાં આવે છે, જેથી કરીને આપણું મન જ્યાં ત્યાં ભટકે નહીં.

ધ્યાન ક્યારે અને ક્યાં કરવું જોઈએ ?

સામાન્ય રીતે ધ્યાન વહેલી સવારના બ્રહ્મમુહૂર્તમાં અથવા તો રાત્રિના કરવાનું હોય છે. આ સમયે માણસોની હલનચલન તેમજ ઘોંઘાટો ઓછા હોય છે માટે. ધ્યાન કરવા માટેનો સરેરાશ સમય 20 મિનિટનો છે, પછી તમે એનાથી વધારે સમય માટે પણ કરી શકો છો. શરૂઆતમાં ધ્યાન કોઈ શાંત જગ્યાએ કરવાનું હોય છે, જ્યાં કોઈ ખલેલ પહોંચાડવાવાળું કોઈ ન હોય. પરંતુ સમય જતા ધ્યાન માટે તમે કોઈ પણ જગ્યા પસંદ કરી શકો છો, કેમ કે હવે તમે કોઈ પણ પરિસ્થિતિમાં મનને કાબુમાં રાખીને ધ્યાન કરી શકો છો માટે.

ધ્યાન કરવા માટેના શરૂઆતના તત્વ :-

– સૌપ્રથમ તો કોઈ આસન પર સિમ્પલ પલાંઠી અથવા તો પદ્માસનની સ્થિતિમાં બેઠી જવાનુ હોય છે એ પણ શરીરને કોઈ પણ જાતના ફોર્સ કર્યા વગર. તમે જે કોઈ પોઝિશનમાં બેસો એમાં તમે comfortable થઈ શકો એ રીતે બેઠવાનું.

– પછી ધીમે ધીમે આંખ બંધ કરો. આંખોને ફ્રીલી રીતે બંધ રાખો, કોઈ પણ જાતના ફોર્સ વગર. થોડીવાર માટે તમારા માનસપટ પર જે કંઈ આવે છે એને આવવા દો કેમ કે મનના વિચાર એ યાંત્રિક ક્રિયાની જેમ છે. થોડીવાર પછી ધીમે ધીમે આંખોને પોતાના મનની સાથે કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરો.

– શ્વસન ક્રિયા દ્વારા ધ્યાનને વધુ સક્રીય તેમજ કેન્દ્રીત કરી શકાય છે. એટલા માટે ધ્યાન કરતી વખતે પ્રાણાયમ જેવી શ્વાસોશ્વાસની ક્રિયા અથવા તો ઓમનું ઉચ્ચારણ કરવુ, જેથી કરીને તમારું મન ભટકે નહીં. ધ્યાન દરમિયાન શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી આપણને શારીરિક અને માનસિક લાભ થાય છે અને ધ્યાનને ગતિ પણ મળે છે.

– અગાઉ મે વાત કરી એમ – વિચારો એ યાંત્રિક ક્રિયાની જેમ હોય છે, સહજ રીતે એને કાબુમાં રાખવા મુશ્કેલ પડતા હોય છે તેમજ ઘણાને તો ઉંઘ પણ આવી જતી હોય છે – આવી સમસ્યાઓ થાય છે. તો આવું ન થાય એ માટે ધ્યાન કરતી વખતે બને ત્યાં સુધી શારીરિક કે માનસિક હલનચલન ન રાખવી, સ્થિર થઈ જવું. ધ્યાન દરમિયાન હાથ, મોં, આંખ કે જીભનું હલનચલન કરવું નહીં, બન્ને ત્યાં સુધી સ્થિર રહેવુ નોર્મલ પોઝિશનમાં. હવે મનમાં કોઈ વિચાર આવે તો તરત જ બંધ કરીને ધ્યાનમાં એકાગ્ર થાઓ. શરૂઆતમાં આવું થશે પણ પછી નહીં વાંધો આવે. બને ત્યાં સુધી ફોકસ માઈન્ડ સાથે ધ્યાન કરવાનું રાખો જેથી કરીને તમારુ ધ્યાન વધુ સક્રીય બને અને આડાઅવળા વિચારો ન આવે.

– ધ્યાનનો સરેરાશ 20 મિનિટ કે તેથી વધુનો હોય છે. ધ્યાનમાંથી બહાર નીકળતી વખતે પણ ધીમે ધીમે આંખો ખોલવી અને થોડીવાર માટે શાંત રહેવુ અથવા તો બેસવુ. પછીથી તમે તમારા અન્ય કામ કરી શકો છો.

ધ્યાનથી થતા ફાયદા :-

– મન શાંત અને સ્થિર થાય છે.

– concentration power વધે છે.

– જીવનશૈલી બદલી જાય છે.

– શરીર તેજોમય બની જાય છે.

– નિર્ણયશક્તિ દ્રઢ બને છે.

– મન ખાલી અને વિચારો અદ્રશ્ય થઈ જાય છે.

– મનને કાબુમાં રાખી શકીએ છીએ.

તો આ હતી ધ્યાન વિશેની માહિતી. આજની રોજબરોજની busy લાઈફમાં ધ્યાન એક જ માત્ર રસ્તો છે, કોઈ સમસ્યાનું હલ કાઢવા માટે તેમજ મનની શાંતિ મેળવવા માટે. ધ્યાન એ આપણા પ્રાચીન અષ્ટાંગ યોગમાં પણ શામિલ છે. ધ્યાન એ માત્ર શાંતિ મેળવવા માટેનો રસ્તો જ નહીં પરંતુ ભગવાન સાથે તેમજ આપણી જાત સાથે સંપર્ક સાધવાનું પણ માધ્યમ છે. આંતરરાષ્ટ્રિય યોગ દિવસના માધ્યમથી ધ્યાનનું વૈશ્વિકીકરણ એટલે કે દેશ અને દુનિયાના લોકો પણ ધ્યાન-યોગની પદ્ધતિ શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી માટે અપનાવવા માંડ્યા છે. આશા છે કે અમારી પોસ્ટ તમારી માટે રસપ્રદ, માહિતીસભર અને ઉપયોગી સાબિત થાય.

Meditation benefits | what is meditation | about meditation in gujarati | ધ્યાનનું મહત્વ । ધ્યાનના ફાયદા । ધ્યાન કઈ રીતે કરવુ। ધ્યાન ક્યારે કરવુ । about meditation in gujarati | dhyan benefits | meditation benefits | meditation description | meditation meaning in gujarati | importance of meditation in gujarati | meditation how to do | meditation in gujarati | meditaiton kya hai | meditaion kaise kare | meditation concept

One comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s