Types of Music Instruments| Music Instruments in Gujarati

આજે આપણે વાત કરવાની છે મારા, તમારા અને સૌના મનપસંદ ટોપિક એવા મ્યુઝિક ઈન્સ્ટ્રુમેંટ્સની. મ્યુઝિક એ સૌના જીવન સાથે જોડાયેલ એક અભિન્ન અંગ છે. મ્યુઝિક વિના જીવન નિરસ લાગે છે. દરેક લોકોનું પોતાનું મનગમતુ મ્યુઝિક અલગ અલગ હોય છે. કોઈકને ગિટારનું મ્યુઝિક ગમતુ હોય છે તો કોઈકને વાંસળીનું, કોઈકને તબલાનું મ્યુઝિક ગમતુ હોય છે તો કોઈકને પિયાનોનું. આપણને જનરલી Music Instruments ના નામ ખબર હોય છે પણ એ કઈ કેટેગરીમાં અથવા તો ક્યા પેટાભાગમાં આવે છે એ નથી ખબર હોતી. તો આજે આપણા Music Instrumentsના મૂળ પ્રકારો જોઈશુ અને સાથે સાથે તેની અંદર ક્યા- ક્યા Music Instruments આવે તેના નામ.

Types of Music Instruments | Music Instruments in Gujarati

આપણે ત્યાં સંગીતના વાદ્યોમાં શાસ્ત્રીય સંગીતના વાદ્યો અને લોક સંગીતના વાદ્યો એમ બન્ને પ્રકારના વાદ્યો જોવા મળે છે. શાસ્ત્રીય સંગીતના વાદ્યો એ પૌરાણિક કાળથી આવેલા વાદ્યો છે. જેમ કે, વિણા જે માતા સરસ્વતીના હાથમાં હોય છે, ડમરૂ જે ભગવાન શિવના હાથમાં હોય છે, શંખ જે ભગવાન વિષ્ણુના હાથમાં હોય છે. જેટલા પણ શાસ્ત્રીય સંગીતના વાદ્યો છે એ આપણા દેવી-દેવતાઓ સાથે જોડાયેલા છે. બીજા વાદ્યની વાત કરીએ તો એ છે લોક સંગીતના વાદ્યોની. લોક સંગીતના વાદ્યો એ લોકો દ્વારા બનાવેલા વાદ્યો છે. આપણે ત્યાં દરેક પ્રાંતના પોતાના આગવા લોક સંગીતના વાદ્યો છે. જેમ કે, રાવણહથ્થો, ભૂંગળ, એકતારો વગેરે.

સંગીતના આ બધા જ વાદ્યોમાં મુખ્યત્વે ચાર પ્રકારના વાદ્યો જોવા મળે છે. જેમાના અમુક હાથથી વગાડી શકાય એવા, તાર દ્વારા વગાડી શકાય એવા, હવાથી ફૂંક મારી શકાય એવા તેમજ અમુક ઈલેક્ટ્રીક કી-બોર્ડવાળા હોય છે. તો ચાલો આ બધા જ પ્રકારોની વિગતવાર ચર્ચા કરીએ.

  1. Percussion.
  2. String.
  3. Woodwind.
  4. Electronic

(1) Percussion (પર્ક્યુશન) :- play by tapping hand on the surface.

હવે આપણે પહેલા પ્રકારની વાત કરીશુ, જેનુ નામ છે પર્ક્યુશન (Percussion). Percussion માં કોઈ વસ્તુ પર આપણા હાથની થાપ વડે સંગીત વગાડવામાં આવે છે. એમાં પણ બે પ્રકાર પડે છે : (1) હાથથી વગાડવામાં આવતા, (2) હાથમાં કોઈ સાધન લઈ વગાડવામાં આવતા. હાથથી વગાડવામાં આવતા વાદ્યોમાં તબલા, ઘટમ, મૃંદાંગમ, ખંજરી, કડતાલ, વગેરે. આમાં વ્યક્તિ પોતાના હાથ વડે સંગીત વગાડે છે. હવે, બીજા પ્રકારની વાત કરીએ તો, એમાં હાથમાં કોઈ સાધન લઈને વાદ્ય વગાડવામાં આવે છે તે. અહીં હાથને માત્ર હલાવવાનો હોય છે. જેમ કે, મંજીરા, ઢોલ, મરાક્કા, ક્લેપસ્ટિક, ડ્રમ, ડમરૂ વગેરે.

(2) String (સ્ટ્રીંગ) :- play by spreading fingers on string.

સ્ટ્રીંગ એટલે કે તંતુવાદ્ય સંગીતમાં અહીં સંગીતના વાદ્ય તારથી બનેલા હોય છે. આમાં તાર વડે જ સંગીત અમુક ફ્રિકવન્સીમાં સંગીત ઉત્પન્ન થાય છે. અહીં વ્યક્તિ વાદ્યના તાર પર યોગ્ય રીતે હાથની મોમેન્ટ વડે સંગીત વગાડે છે. એમાં પણ બે પ્રકાર પડે છે : (1) હાથથી વગાડવામાં આવતા, (2) હાથમાં કોઈ સાધન લઈ વગાડવામાં આવતા. હાથથી વગાડવામાં આવતા વાદ્યોમાં વીણા, તંબુરો, એક્તારો, ગિટાર, સિતાર વગેરે. આમાં વ્યક્તિ પોતાના હાથ વડે સંગીત વગાડે છે. જ્યારે બીજા પ્રકારની વાત કરીએ તો, એમાં હાથમાં કોઈ સાધન લઈ જે વાદ્ય વગાડવામાં આવે છે તે. જેમ કે, વાયોલિન, રાવણહથ્થો વગેરે. String Instrument

(3) Woodwind (વુડવિન્ડ) :- play by blowing.

વિન્ડ એટલે કે કોઈ વાદ્ય પર ફૂંક મારીને જે સંગીત વગાડવામાં આવે છે તે. ઉદાહરણ તરીકે – વાંસળી, શરણાઈ, સેક્સોફોન, ટ્રમ્પેટ, ભવાઈનું ભૂંગળ, શંખ, બેગપાઇપ, માઉથ ઓર્ગન વગેરે. વિન્ડ ઈન્સ્ટ્રુમેન્ટમાં હવાની રફ્તાર પર આધાર રાખે છે કે સંગીત કેવુ અને કેટલુ લાઉડ નીકળશે. Wind instrument

(4) Electronic :- play by using electronic gadgets.

ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટની વાત કરીએ તો આ કેટેગરી હેઠળ આવતા તમામ વાદ્યોમાં વિજળીનો ઉપયોગ થાય છે. આ કેટેગરીના તમામ ઈન્સ્ટ્રુમેન્ટ્સ આધુનિક જમાનાનાં બનેલા છે. ઉપરોક્ત દર્શાવેલા ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં કોઈ પણ જાતની વિજળીનો ઉપયોગ થતો નહોતો, પરંતુ આમાં થાય છે. ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટમાં પર્ક્યુશન, સ્ટ્રીંગ અને કિ-બોર્ડ વગેરેનો સમાવેશ થાય છે. ઉદાહરણ તરીકે – પિયાનો, બાઝ ગિટાર, કેશિયો, ઈલેક્ટ્રોનિક ડ્રમ વગેરે.

તો આ હતા, સંગીતના વાદ્યોના પ્રકારો. દરેક વાદ્યની પોતાની આગવી ઓળખ અને તેની પેરેન્ટ કેટેગરી સાથે. આધુનિકીકરણ સાથે પર્ક્યુશન, વિન્ડ અને સ્ટ્રીંગ ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ ઘણી બધી વેરાઈટીઓ આવી અને અવનવા ઈન્સ્ટ્રુમેન્ટ્સ અસ્તિત્વમાં આવ્યા. પહેલાના સમયામાં જ્યારે આવા કોઈ સંગીતના સાધનો નહોતા ત્યારે લોકો તાળીનો અને પગની ઠેસનો યુઝ કરતા સંગીત ઉત્પન્ન કરતા. આપણા ત્રણ તાળીના ગરબા જ જોઈ લો. પરંતુ બદલાતા યુગની સાથે હવે સંગીતે અને તેના સાધનોએ પોતાનું સ્વરૂપ બદલ્યુ છે. પહેલા લોક વાંજિત્રો માત્ર લોકગીતો માટે અને શાસ્ત્રીય વાદ્યો માત્ર શાસ્ત્રીય સંગીત માટે જ ઉપયોગમાં લેવાતા. અને હવે બન્નેનાં કોમ્બિનેશનને ઈલેક્ટ્રોનિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ સાથે જોડીને અલગ જ મ્યુઝિક બનાવવામાં આવે છે.

ઉપરોક્ત દર્શાવેલા મ્યુઝિક ઈન્સ્ટ્રુમેન્ટ્સ (પર્ક્યુશન, સ્ટ્રિંગ, વિન્ડ અને ઈલેક્ટ્રીક) ના અવાજ સાથેના તેના નામ જાણવા માટે નીચેની દર્શાવેલી લિંક પર ક્લિક કરો 👇👇👇

types of musical instrument in gujarati | types of musical instrument and their definition | basic types of musical instrument | 4 types of musical instrument classification | types of musical instrument with string | types of musical instrument with percussion | types of musical instrument with woodwind | mention types of musical intruments | the types of musical instrument | સંગીત વાદ્યોના પ્રકારો । વિવિધ સંગીતના પ્રકારો । સંગીત વાદ્યોના નામ

One comment

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s