Blue Flag beach meaning | list of blue flag beach 2020

આજે આપણે વાત કરવાની છે, Blue flag બિચ વિશે,જેની ખબર હમણાં બહુ જ ચર્ચિત છે. પહેલા પ્રયાસમાં જ આપણા ભારત દેશનાં એકી સાથે 8 દરિયાકિનારાઓને (બીચ) Blue flag સર્ટીફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા જે આપણા દેશ માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે. દુનિયાનાં એવા કોઈ પણ દેશને આવી રીતે પ્રથમ પ્રયાસમાં Blue flag સર્ટીફિકેટ નથી મળ્યુ, જે આપણા દેશે મેળવ્યું છે. તમને બધાને એમ થતુ હશે કે, આ Blue flag સર્ટીફિકેટ શું હશે ? એને કઈ રીતે , કોના દ્વારા આપવામાં આવે છે તેમજ કઈ બાબતને આધારે આ સર્ટીફિકેટ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ, Blue flag સર્ટીફિકેટ વિશે.

Blue Flag beach meaning |  list of blue flag beach 2020

પહેલા આપણે જાણીશું કે આ Blue flag સર્ટીફિકેટ શું કહેવાય ? Blue flag સર્ટીફિકેટ એક એવુ સર્ટીફિકેટ છે જે મરીન, બીચ, ટીકાઉ બોટીંગ ટુરીઝમ ઓપરેટરને આપવામાં આવે છે, જે ઈકો-લેબલ (પર્યાવરણ) અંતર્ગત સેવા આપતું હોય. આ સર્ટીફિકેટ ડેન્માર્ક સ્થિત પર્યાવરણ સંબંધિત કાર્ય કરતી બિન-નફાકારક સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જે પર્યાવરણીય શિક્ષણ, સલામતી અને પ્રવેશ સંબંધિત માપદંડ નક્કી કરે છે જે Blue flag સર્ટીફિકેટ મેળવવા માટે અનિવાર્ય હોય છે. એટલે કે Blue flag સર્ટીફિકેટ મેળવવા માટે જે તે બીચ, મરીન ઉપર દર્શાવેલા માપદંડો મુજબ હોવા જોઈએ.

Blue flag સર્ટીફિકેટ આપવાની શરૂઆત વર્ષ – 1985 માં ફ્રાન્સથી થઈ હતી, ત્યારબાદ 2001 સુધીમાં તો યુરોપ સહિતનાં કેટલાય દેશોમાં આની શરૂઆત થઈ ગઈ હતી. Blue flag સર્ટીફિકેટ પ્રોગ્રામ તાજા પાણી અને દરિયાઈ વિસ્તારનાં લાંબા ગાળાનાં વિકાસ અર્થે મુખ્યત્વે ચાર માપદંડને આધારે પ્રોત્સાહન આપે છે : (1) પાણીની ગુણવત્તા, (2) પર્યાવરણીય સંચાલન, (3) પર્યાવરણીય શિક્ષણ અને, (4) સલામતી. Blue flag સર્ટીફિકેશન માટે નીચે મુજબની સંસ્થાઓ જ્યુરી મેમ્બર્સ તરીકે છે જે આ Blue flag સર્ટીફિકેટ કોને આપવા એ નક્કી કરે છે :

       (1) યુનાઈટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (UNEP)

       (2) યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)

       (3) ફાઉન્ડેશન ફોર એન્વાયર્મેન્ટલ એજ્યુકેશન (FEE)

       (4) ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)

વર્ષની શરૂઆતમાં જ આ વખતે કેન્દ્રએ CRZ (Coastal Regulation Zone) એરિયામાં આવતા કેટલાક દરિયાકાંઠા, મરીન વગેરેની પ્રવૃત્તિઓ અને સુવિધાઓને જાહેર કરતું એક ઉત્તમ ગેઝેટ બહાર પાડ્યુ હતું, જે Blue flag સર્ટીફિકેટ માટેનાં માપદંડોને આવરી લેતું હોય.

Life is a beach, find your wave.

beach lover

હવે, આપણી જાણીશું કે, આ CRZ એરિયામાં આવતા દરિયાકાંઠા, મરીન વગેરેમાં કઈ કઈ સુવિધાઓ અને પ્રવૃત્તિઓને મંજૂરી આપે છે. જાન્યુઆરીમાં બહાર પાડેલા જાહેરનામા મુજબ ટાપુઓ સહિતનાં દરિયાકિનારાઓ જે CRZ એરિયામાં આવતાં હોય તેને નીચે મુજબની સુવિધાઓ અને પ્રવૃત્તિઓ માટે મંજૂરી આપવામાં આવે છે જે HTL (High Tide Line) થી 10 મી. નું ઓછામાં ઓછું અંતર જાળવવાને આધિન હોય :

 1. Portable Toilet Blocks, Changing Rooms & Shower Panels
 2. Gray Water Treatment Plant
 3. Solid Waste Management Plant
 4. Solar Power Plant
 5. Purified Drinking Water Facility
 6. Beach Access Pathways
 7. Landscaping Pathways
 8. Seating Benches & Sit-Out Umbrellas
 9. Outdoor Play/Fitness Equipment
 10. CCTV Surveillance & Control Room
 11. First Aid Station
 12. Cloak Room Facility
 13. Safety Watch Towers & Beach Safety Equipment
 14. Beach Layout, Environment Information Boards & Other Signals
 15. Fencing Preferably Vegetative
 16. Parking Facilities
 17. Entry Gate, Tourist Facilitation Centre
 18. Other Associated Facilities Or Infrastructure As Per Requirements Of Blue Flag Certfication

અત્યારે Blue flag સર્ટીફિકેટ પ્રોગ્રામ અંતર્ગત 47 દેશો મેમ્બર છે, જેમાંના 4573 બીચ, મરીન અને બોટ્સ Blue flag સર્ટીફાઈડ છે.

પર્યાવરણ, જંગલ અને આબોહવા વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકરે 11 ઓક્ટોબર, રવિવારના દિવસે કહેલું કે, પ્રથમ પ્રયાસમાં જ એકી સાથે 8 બીચને Blue flag સર્ટીફિકેટ મળ્યાં એ વૈશ્વિક સ્તરે આપણા દેશનું સૌથી ઉત્કૃષ્ટ પરાક્રમ કહેવાય.

Blue flag સર્ટીફિકેટ માટે પસંદ કરાયેલા આઠ દરિયાકિનારા નીચે મુજબ છે :

1. શિવરાજપુર (ગુજરાત)

2. ઘોઘલા (ગુજરાત – કેન્દ્રશાસિત)

3. કપડ  (કેરળ)

4. કસરકોડ (કર્ણાટક)

5. પડુબિદ્રી  (કર્ણાટક)

6. ગોલ્ડન (ઓડિશા)

7. ઋષિકોન્ડા (આંધ્રપ્રદેશ) 

8. રાધાનગર (આંદામાન અને નિકોબાર ટાપુ)     

Shivrajpur Beach (Gujarat)
Ghoghla Beach (Gujarat)
Kappad Beach (Kerala)
Kasarkod & Padubidri Beach (Karnataka)
Rishikonda Beach (Andhra Pradesh)
Golden Beach (Odisha)
Radhanagar Beach (Andaman and Nikobar Island)

તો આ વાત હતી, આપણા ગૌરવવંતા આઠ દરિયાકિનારોની જેણે Blue flag સર્ટીફિકેટ મેળવીને આપણા ભારત દેશનું વૈશ્વિક સ્તરે ગૌરવ વધાર્યુ છે. I hope you enjoyed this informative blog. Don’t forget to share & like.

What is blue flag certification ? | what is blue flag certificate in gujarati ? | what is blue flag beach in india ? | list of blue flag beach of india | blue flag tag is given by | blue flag tag beach in india | blue flag tag meaning | blue flag certification for beaches | blue flag definition | blue flag beach gujarat | blue flag beach andhra pradesh | blue flag beach puri | blue flag beach keral | blue flag beach karnataka | blue flag beach andaman nikobar island | blue flag information in gujarati | blue flag beach in asia | blue flag certificatiion means | blue flag award 2020 | blue flag beach | blue flag certificate | blue flag country | blue flag award list of 2020 in gujarati

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s