આજે આપણે વાત કરવાની છે એક એવા ખાસ કેટેગરીના એવોર્ડની જેને ભારત દેશમાં અપાતા એવોર્ડ્સમાં ખૂબ જ મહત્વનું સ્થાન મળેલ છે. આ એવોર્ડ ભારતરત્ન પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. થોડોક તો આઈડીયા આવી જ ગયો હશે. આજે આપણે વાત કરશું પદ્મ કક્ષાના એવોર્ડસની એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ્સની. આ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ ? ક્યા ક્ષેત્ર માટે આપવામાં આવે છે ? કોના દ્વારા આપવામાં છે ? નક્કી કરનાર કોણ હોય છે ? અને જાણીશું કે આ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી એવોર્ડ્સમાં શો ફરક છે ? કોનું સ્થાન ઉંચું છે ? અને આ વર્ષે – 2021 માં કોને કોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યું તેનું નામ તેના ક્ષેત્ર સાથે.
Padma Awards 2021 | List of Padma Award Winner of 2021 in Gujarati
પરિચય :- પદ્મ કેટેગરીનો એવોર્ડ ભારતરત્ન પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. આ એવોર્ડને ત્રણ કક્ષામાં વહેંચવામાં આવ્યો છે : પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ એવોર્ડની શરૂઆત વર્ષ – ૧૯૫૪ માં કરવામાં આવી હતી. આ એવોર્ડ દર વર્ષે પ્રજાસત્તાક દિને આપવામાં આવે છે. આ એવોર્ડ કળા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, રમત-ગમત, મેડીકલ, સમાજસેવા તેમજ જાહેર બાબતો સહિતના વિવિધ ક્ષેત્રે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે, કોઇ પણ પ્રકારના જાતિ, ધર્મ કે અન્ય વિના. આ એવોર્ડ માટે મળેલા તમામ નામાંકનો પદ્મ એવોર્ડ સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે, જે દર વર્ષે વડાપ્રધાન દ્વારા રચવામાં આવે છે. પદ્મ એવોર્ડ સમિતિમાં કેબીનેટ સચિવ, ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ અને અન્ય ચાર થી છ વ્યક્તિઓ હોય છે. આ એવોર્ડ વિદેશના લોકોને પણ આપવામાં આવે છે. પહેલા આપણે આ શબ્દનો અર્થ સમજી લઈએ. ‘પદ્મ’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે ‘કમળ’. આ એવોર્ડમાં કમળની ઉપર અને નીચે જે શબ્દ લખવામાં આવેલ હોય છે એ દેવનાગરી લિપિમાં હોય છે. આ વર્ષે કુલ ઓને પદ્મ કેટેગરીના એવોર્ડથી નવાજવામાં આવ્યા.
પહેલા આપણે વાત કરીશું પદ્મ વિભૂષણ એવોર્ડની.

પદ્મ વિભૂષણ :- આ એવોર્ડ પદ્મ કક્ષાનો પ્રથમ એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – 2021 માં પદ્મ વિભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :
ક્રમ | નામ | ક્ષેત્ર | રાજ્ય/દેશ |
1. | શ્રી.શિન્ઝો એબે | જાહેર બાબતો | જાપાન |
2. | શ્રી. એસ. પી. બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત) | સંગીત | તમિલનાડુ |
3. | ડૉ. બેલે મોનપ્પા હેગડે | આરોગ્ય | કર્ણાટક |
4. | શ્રી. નરેંદર સિંહ કપાની (મરણોપરાંત) | વિજ્ઞાન અને ઈજનેર | યુ.એસ.એ. |
5. | મૌલાના વહીબ્બુદીન ખાન | પ્રેરણાત્મક | દિલ્હી |
6. | શ્રી. બી. બી. લાલ | પુરાતત્વ | દિલ્હી |
7. | શ્રી. સૂદર્શન સાહુ | કલા | ઓડીશા |
કુલ | 7 એવોર્ડ |
હવે આપણે વાત કરીશું, પદ્મ ભૂષણ એવોર્ડની.

પદ્મ ભૂષણ :- પદ્મ ભૂષણ એવોર્ડ એ પદ્મ વિભૂષણ પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – 2021 માં પદ્મ ભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :
હવે આપણે વાત કરીશું, પદ્મ એવોર્ડની.
ક્રમ | નામ | ક્ષેત્ર | રાજ્ય |
1. | Ms. ક્રિશ્નન નૈર શાંતાકુમારી ચિત્રા | કલા | કેરલ |
2. | શ્રી. તરૂણ ગોગોઈ (મરણોપરાંત) | જાહેર બાબતો | આસામ |
3. | શ્રી ચંદ્રશેખર કામ્બ્રા | સાહિત્ય અને શિક્ષણ | કર્ણાટક |
4. | Ms. સુમિત્રા મહાજન | જાહેર બાબતો | મધ્ય પ્રદેશ |
5. | શ્રી. ન્રિપેંદ્ર મિશ્રા | સિવિલ સેવા | ઉત્તર પ્રદેશ |
6. | શ્રી. રામવિલાસ પાસવાન (મરણોપરાંત) | જાહેર બાબતો | બિહાર |
7. | શ્રી. કેશુભાઈ પટેલ | જાહેર બાબતો | ગુજરાત |
8. | શ્રી. કાલ્બે સાદ્દીક (મરણોપરાંત) | પ્રેરણાત્મક | ઉત્તર પ્રદેશ |
9. | શ્રી. રજનીકાંત દેવીદાસ શ્રોફ | વેપાર અને ઉદ્યોગ | મહારાષ્ટ્ર |
10. | શ્રી. તર્લોચન સિંહ | જાહેર બાબતો | હરિયાણા |
કુલ. | 10 એવોર્ડ |
હવે આપણે વાત કરીશું, પદ્મ એવોર્ડની.

પદ્મ શ્રી :- પદ્મ શ્રી એવોર્ડ એ પદ્મ વિભૂષણ પછીનો ત્રીજી કક્ષાનો એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – 2021 માં પદ્મ ભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :
ક્રમ | નામ | ક્ષેત્ર | રાજ્ય |
1. | શ્રી. ગુલ્ફામ અહેમદ | કલા | ઉત્તર પ્રદેશ |
2. | Ms. પી. અનિતા | રમતગમત | તમિલનાડુ |
3. | શ્રી. રામાસ્વામી અન્નવરપ્પ | કલા | આંધ્રપ્રદેશ |
4. | શ્રી. સુબુ અરુમુગમ | કલા | તમિલનાડુ |
5. | શ્રી. પ્રકાશરાવ અસવારી | સાહિત્ય અને શિક્ષણ | આંધ્રપ્રદેશ |
6. | Ms. ભુરી બાઈ | કલા | મધ્ય પ્રદેશ |
7. | શ્રી. રાધેશ્યામ બર્લે | કલા | છતીસગઢ |
8. | શ્રી. ધર્મનારાયણ બર્મા (વર્મા) | સાહિત્ય અને શિક્ષણ | પશ્ચિમ બંગાળ |
9. | Ms. લખીમી બારુહ | સમાજસેવા | આસામ |
10. | શ્રી. બિરેનકુમાર બસાક | કલા | પશ્ચિમ બંગાળ |
11. | Ms. રજની બેક્ટર | વેપાર અને ઉદ્યોગ | પંજાબ |
12. | શ્રી. પીટર બ્રુક | કલા | યુ.કે. |
13. | Ms. સંગખુમી બૌલછુક | સમાજસેવા | મિઝોરમ |
14. | શ્રી. ગોપીરામ બી. બુરભકત | કલા | આસામ |
15. | Ms. બીજોયા ચક્રવર્તી | જાહેર બાબત | અસામ |
16. | શ્રી. સુજીત ચટ્ટોપાધ્યાય | સાહિત્ય અને શિક્ષણ | પશ્ચિમ બંગાળ |
17. | શ્રી. જગદીશ ચૌધરી (મરણોપરાંત) | સમાજસેવા | ઉત્તરપ્રદેશ |
18. | શ્રી. ત્સુલ્ટ્રીમ ચોંજોર | સમાજસેવા | લદ્દાખ |
19. | Ms. મૌમા દાસ | રમતગમત | પશ્ચિમ બંગાળ |
20. | શ્રી. શ્રીકાંત દતાર | સાહિત્ય અને શિક્ષણ | યુ.એસ.એ |
21. | શ્રી. નારાયણ દેબનાથ | કલા | પશ્ચિમ બંગાળ |
22. | Ms. ચુટની દેવી | સમાજસેવા | ઝારખંડ |
23. | Ms. દુલારી દેવી | કલા | બિહાર |
24. | Ms. રાધે દેવી | કલા | મણિપુર |
25. | Ms. શાંતિ દેવી | સમાજસેવા | ઓડીશા |
26. | શ્રી. વયાન દિબિયા | કલા | ઈન્ડોનેશિયા |
27. | શ્રી. દાદુદાન ગઢવી | સાહિત્ય અને શિક્ષણ | ગુજરાત |
28. | શ્રી. પરશુરામ આત્મારામ ગંંગાવાણે | કલા | મહારાષ્ટ્ર |
29. | શ્રી. જય ભગવાન ગોયલ | સાહિત્ય અને શિક્ષણ | હરિયાણા |
30. | શ્રી. જગદીશચંદ્ર હલ્ડેર | સાહિત્ય અને શિક્ષણ | પશ્ચિમ બંગાળ |
31. | શ્રી. મંગલસિંહ હાઝોવારી | સાહિત્ય અને શિક્ષણ | આસામ |
32. | Ms. અંશુ જામસેંપા | રમતગમત | અરૂણાચલ પ્રદેશ |
33. | Ms. પૂર્ણામાસી જાની | કલા | ઓડીશા |
34. | માતા બી. મંજમ્મા જોગાટી | કલા | કર્ણાટક |
35. | શ્રી. દામોદરન કૈથપ્રમ | કલા | કેરલ |
36. | શ્રી. નામદેવ સી. કામ્બલે | સાહિત્ય અને શિક્ષણ | મહારાષ્ટ્ર |
37. | શ્રી. મહેશભાઈ કનોડીયા & શ્રી. નરેશભાઈ કનોડીયા (1 award for both) | કલા | ગુજરાત |
38. | શ્રી. રજતકુમાર કાર | સાહિત્ય અને શિક્ષણ | ઓડીશા |
39. | શ્રી. રંગાસ્વામી લક્ષ્મીનારાયણા કશ્યપ | સાહિત્ય અને શિક્ષણ | કર્ણાટક |
40. | Ms. પ્રકાશ ક્કૌર | સમાજસેવા | પંજાબ |
41. | શ્રી. નિકોલસ કઝાન્સ | સાહિત્ય અને શિક્ષણ | ગ્રીસ |
42. | શ્રી. કે. કેસ્વાસામી | કલા | પોંડીચેરી |
43. | શ્રી. ગુલામ રસૂલ ખાન | કલા | જમ્મુ – કશ્મીર |
44. | શ્રી. લાખા ખાન | કલા | રાજસ્થાન |
45. | Ms. સંજીદા ખાતુન | કલા | બાંગ્લાદેશ |
46. | શ્રી. વિનાયક વિષ્ણુ ખેડેકર | કલા | ગોવા |
47. | Ms. નિરૂ કુમાર | સમાજસેવા | દિલ્હી |
48. | Ms. લાજવંતી | કલા | પંજાબ |
49. | શ્રી. રતનલાલ | વિજ્ઞાન અને ઈજનેર | યુ.એસ.એ |
50. | શ્રી. અલી મનિકફન | સંશોધન (ગ્રાસરૂટ્સ) | લક્ષદ્વીપ |
51. | શ્રી. રામચંદ્ર માંજી | કલા | બિહાર |
52. | શ્રી. દુલાલ માંકી | કલા | આસામ |
53. | શ્રી. નાનદ્રો બી. મરાક | કૃષી | મેઘાલય |
54. | શ્રી. રેબેન મેસંગવા | કલા | મણીપુર |
55. | શ્રી. ચંદ્રકાંત મહેતા | સાહિત્ય અને શિક્ષણ | ગુજરાત |
56. | ડૉ. રતનલાલ મિત્તલ | આરોગ્ય | પંજાબ |
57. | શ્રી. માધવન નામ્બિયાર | રમતગમત | કેરલ |
58. | શ્રી. શ્યામસુંદર પાલિવાલ | સમાજસેવા | રાજસ્થાન |
59. | ડૉ. ચંદ્રકાંત સંભાજી પાંડવ | આરોગ્ય | દિલ્હી |
60. | ડૉ. જે. એન. પાંડે (મરણોપરાંત) | આરોગ્ય | દિલ્હી |
61. | શ્રી. સોલોમન પાપિયાહ | સાહિત્ય & શિક્ષણ (પત્રકાર) | તમિલનાડુ |
62. | Ms. પપ્પામ્મલ | કૃષી | તમિલનાડુ |
63. | ડૉ. કૃષ્ણ મોહન પાઠી | આરોગ્ય | ઓડીશા |
64. | Ms. જસવંતીબેન જમનાદાસ પોપટ | વેપાર અને ઉદ્યોગ | મહારાષ્ટ્ર |
65. | શ્રી. ગીરીશ પ્રભુને | સમાજસેવા | મહારાષ્ટ્ર |
66. | શ્રી. નંદા પ્રુસ્ટી | સાહિત્ય અને શિક્ષણ | ઓડીશા |
67. | શ્રી. કે. કે. રામચંદ્ર પુલવાર | કલા | કેરલ |
68. | શ્રી. બાલન પુથેરી | સાહિત્ય અને શિક્ષણ | કેરલ |
69. | Ms. બિરુબાલા રભા | સમાજસેવા | આસામ |
70. | શ્રી. કંકા રાજુ | કલા | તેલંગાણા |
71. | Ms. બોમ્બે જયશ્રી રામનાથ | કલા | તમિલનાડુ |
72. | શ્રી. સત્યમ રીંગ | કલા | ત્રિપુરા |
73. | શ્રી. ધનંજય દિવાકર સાગદેઓ | આરોગ્ય | કેરલ |
74. | શ્રી. અશોકકુમાર સાહુ | આરોગ્ય | ઉત્તર પ્રદેશ |
75. | શ્રી. ભુપેંદ્રકુમાર સિંહ સંજય | આરોગ્ય | ઉત્તરાખંડ |
76. | Ms. સિંધુતાઈ સપકલ | સમાજસેવા | મહારાષ્ટ્ર |
77. | શ્રી. ચમનલાલ સાપરુ (મરણોપરાંત) | સાહિત્ય અને શિક્ષણ | જમ્મુ – કશ્મીર |
78. | શ્રી. રોમાન સરમાહ | સાહિત્ય અને શિક્ષણ – પત્રકાર | આસામ |
79. | શ્રી. ઈમરાન શાહ | સાહિત્ય અને શિક્ષણ | આસામ |
80. | શ્રી. પ્રેમચંદ શર્મા | કૃષી | ઉત્તરાખંડ |
81. | શ્રી. અર્જુનસિંહ શેખાવત | સાહિત્ય અને શિક્ષણ | રાજસ્થાન |
82. | શ્રી. રામયત્ન શુક્લા | સાહિત્ય અને શિક્ષણ | ઉત્તર પ્રદેશ |
83. | શ્રી. જિતેંદર સિંહ શુંંટી | સમાજસેવા | દિલ્હી |
84. | શ્રી. કરતાર પારસ રામ સિંહ | કલા | હિમાચલ પ્રદેશ |
85. | શ્રી. કરતાર સિંહ | કલા | પંજાબ |
86. | ડૉ. દિલીપકુમાર સિંહ | આરોગ્ય | બિહાર |
87. | શ્રી. ચંદ્રશેખર સિંહ | કૃષી | ઉત્તર પ્રદેશ |
88. | Ms. સુધા હરિ નારાયણ સિંહ | રમતગમત | ઉત્તર પ્રદેશ |
89. | શ્રી. વિરેંદર સિંહ | રમતગમત | હરિયાણા |
90. | Ms. મૃદુલા સિંહા (મરણોપરાંત) | સાહિત્ય અને શિક્ષણ | બિહાર |
91. | શ્રી. કે. સી. શિવશંકર (મરણોપરાંત) | કલા | તમિલનાડુ |
92. | ગુરૂમા કમાલી સોરેન | સમાજસેવા | પશ્ચિમ બંગાળ |
93. | શ્રી. મરાચી સુબ્બુરમન | સમાજસેવા | તમિલનાડુ |
94. | શ્રી. પી. સુબ્રમણિયન (મરણોપરાંત) | વેપાર અને ઉદ્યોગ | તમિલનાડુ |
95. | Ms. નિડુમોલુ સુમાથી | કલા | આંધ્રપ્રદેશ |
96. | શ્રી. કપિલ તિવારી | સાહિત્ય અને શિક્ષણ | મધ્ય પ્રદેશ |
97. | ફાધર વાલેસ (મરણોપરાંત) | સાહિત્ય અને શિક્ષણ | સ્પેન |
98. | ડૉ. તીરૂવેંગડમ વીરારાઘવન | આરોગ્ય | તમિલનાડુ |
99. | શ્રી. શ્રીધર વેમ્બુ | વેપાર અને ઉદ્યોગ | તમિલનાડુ |
100. | શ્રી. કે. વાય. વેંકટેશ | રમતગમત | કર્ણાટક |
101. | Ms. ઉષા યાદવ | સાહિત્ય અને શિક્ષણ | ઉત્તર પ્રદેશ |
102. | Col. કાઝી સજ્જદ અલી ઝહીર | જાહેર બાબત | બાંગ્લાદેશ |
કુલ | 102 એવોર્ડ |
તો આ યાદી હતી વર્ષ – 2021 ના પદ્મ એવોર્ડ મેળવનાર લોકોની. આ વર્ષે કુલ 119 એવોર્ડ આપવામાં આવ્યા જેના અંતર્ગત 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મભૂષણ અને 102 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા હતા, આ ઉપરાંત આમાંથી 1 પદ્મશ્રી એવોર્ડ એકી સાથે બે વ્યક્તિઓની જોડીઓને આપવામાં આવે છે. આ એવોર્ડ્સમાં 29 મહિલાઓ, 10 ફોરેનર્સ, 16 મરણોપરાંત અને 1 ટ્રાંસેજેન્ડર શામેલ છે.
આશા છે કે આ માહિતી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમજ આગળ બીજે ક્યાંક જરૂર કામ લાગશે. એક એવું સમ્માન જે કોઇ પણ જાતના જાતિ/ધર્મ/લિંગ નાં ભેદભાવ વગર આપવામાં આવે છે. મજાની વાત એ છે કે માત્ર ભારતીયને જ નહિ પરંતુ બીજા દેશના નાગરિક કે જેણે કોઈ ક્ષેત્રમાં અસાધારણ કામ કર્યું હોય તેને પણ આ એવોર્ડથી નવાજવામાં આવે છે.
Padma awards 2021 list │padma awards 2021 │padma awards 2021 gujarati │padma awards 2021 from Gujarat │padma shree awards 2021 │padma vibhushan awards 2021 │padma bhushan awards 2021 | padma award nominee 2021 | padma award winner 2021 | padma award | padma bhushan award | padma vibhushan award | padma award winner from karnataka | padma award winner from kerala | padma award winner from uttar pradesh | padma award winner from foreign countries| padma award winner list in gujarati | about padma award | award | padma award winner from odisha | પદ્મ એવોર્ડ | પદ્મશ્રી એવોર્ડ | પદ્મ ભૂષણ એવોર્ડ | પદ્મ વિભૂષણ એવોર્ડ | પદ્મ એવોર્ડ વિશેની જાણકારી | વર્ષ 2021 ના પદ્મ એવોર્ડ વિજેતા | પદ્મ એવોર્ડ મેળવવાનું લિસ્ટ | પદ્મ એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? | પદ્મ એવોર્ડ કયારે આપવામાં આવે છે? | પદ્મ એવોર્ડ વિશેની સંપૂર્ણ માહિતી | પદ્મ એવોર્ડ – 2021 | પદ્મ એવોર્ડ મેળવનાર | list of padma award winner 2021 | padma awardee 2021 | padma shri awardee 2021 | plasma award nominee 2021 | padma
Download Padma Award Winner List of 2021 by here below :-

Watch The Video of the Padma Award Winner 0f 2021 :-