આજે આપણે વાત કરવાની છે એક એવી ખાસ ઋતુની જે મને, તમને અને ભગવાનને પણ પ્રિય છે. જેને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. આ તહેવારની ખાસ વાત તો એ છે કે આ તહેવાર પર કેટ કેટલીય કવિતાઓ, ગઝલો, હાઈકુઓ, વાર્તાઓ અને નિબંધો ગુજરાતી, હિંદી તેમજ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલ છે. આ ઋતુ સાથે ઘણી પૌરાણિક કથાઓ પણ જોડાયેલ છે તેમજ લગ્નપ્રસંગ માટે આ ઋતુનો સમય ઉત્તમ ગણવામાં આવે છે. આજે હુ તમારી સમક્ષ વસંત ઋતુનો એક મિનિટનો વિડીયો લઈને આવી છુ, જેમાં વસંત ઋતુ શું છે એની વિશે લખ્યુ છે.
વસંતના વધામણા | Vasant Ritu Festival
સૌથી પહેલા આપણે વસંત ઋતુની પ્રાથમિક માહિતી લઈએ. વસંત ઋતુ મહા સુદ – 5 ને દિવસથી શરૂ થાય છે, જેને વસંત પંચમી કહેવામાં આવે છે. આ દિવસને રંગપંચમી, શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. વસંત ઋતુનો આ દિવસ પાનખર ઋતુની વિદાય અને ફૂલો ખિલવતી વસંતનું આગમન દર્શાવે છે. વસંત ઋતુથી જંગલોમાંના વૃક્ષોમાં નવા પાંદડાઓ આવે છે તેમજ ફૂલોની નવી કૂંપળ ખીલે છે. આ તહેવાર જાણે પ્રકૃતિની તેમજ ફૂલોની દિવાળી છે, જેમાં નવા ઉત્સાહ, નવી આશા સાથે ઝાડ પર નવા કેસૂડા તેમજ અન્ય ફૂલો ખીલે છે. પ્રકૃતિના તત્વોનો સૌથી પ્રિય સમય છે વસંત ઋતુ. વસંત ઋતુનું આગમનની ખુશીમાં જંગલમાંના પ્રાણીઓ, પક્ષીઓઋતુ સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે આત્મિયતા ધરાવતી ઋતુ છે. પૌરાણિક કથાની વાત કરીએ, તો વસંત પંચમીનાં દિવસે વિદ્યાના દેવી માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતુ. આ દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય એવી આ વસંત ઋતુને તેમણે તેમની ગીતામાં પણ દર્શાવેલ છે. વસંત પંચમીના દિવસે સંગીતકારો તેમના સંગીત વાદ્યોની પૂજા કરે છે અને શાસ્ત્રીય સંગીતકારો વિવિધ રાગ દ્વારા આ દિવસ ઉજવે છે અને કલા & વિદ્યાના દેવી માતા સરસ્વતીની આરાધના કરે છે. આ દિવસને રંગપંચમી, શ્રીપંચમી પણ કહેવામાં આવે છે.
વસંત ઋતુ પરનો વિડીયો નીચે દર્શાવેલ છે :
વસંતઋતુ । વસંતપંચમી । વસંતનાં વધામણા । વસંતઋતુ તહેવાર । વસંતપંચમીનું મહાત્મય । વસંતોત્સવ । વસંત ઋતુ વિશે । વસંત પંચમીની માહિતી । vasant rutu | vasant panchami | vasantotsav | festivals | spring festival of India | basant panchami | basant ritu | rang panchami | goddess saraswati | significance of vasant rutu | importance of basant ritu | rangotsav | vasant ritu means | vasant ritu information | vasant ritu na vishe | vasant ritunu mahatva | vasant ritu in gujarati | vasant ritu 2021 | basant ritu ke bare mein | vasant ritu months | vasant ritu video | vasant ritu quotes | gujarati blog | blogging | festival blog | vasant na vadhamana
